41 વર્ષની શિક્ષિકા 7 વર્ષ નાની વયના વિદ્યાર્થી સાથે લગ્નના તાંતણે બંધાશે
- Scott Davies એ બીચ પર 200 લોકોની સામે પ્રેમનો ઈઝહાર કર્યો
- Helen Booth અને Scott Davies બંનેની સગાઈ થઈ ગઈ છે
- Scott Davies એક શાળામાં શિક્ષિક તરીકે કાર્યરત
Helen Booth and Scott Davies : કહેવાય છે ને કે પ્રેમ આંઘળો હોય છે. તો પ્રેમમાં પ્રેમી પંખીડાઓ જાતિ, ધર્મ, સંબંધ અને નાના-મોટી ઉંમર જેવા કોઈ પણ સરહદોને પાર કરી બેસે છે. તેના કારણે પ્રેમમાં ક્યારેક એવા સંબંધો પણ બની જાય છે. જેના કારણે સામાજિક ધોરણે નિંદાનો સામનો કરવો પડે છે. કારણ કે... આ પ્રકારના સંબંધો સામાજિક ધોરણે અમાન્ય માનવામાં આવે છે. અત્યાર સુધી એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા હતાં. જેમાં શિક્ષક કે શિક્ષિકા વિદ્યાર્થી કે પછી વિદ્યાર્થિની સાથે શારીરિક સંબંધ બાંધતા હોય.
Helen Booth અને Scott Davies બંનેની સગાઈ થઈ ગઈ છે
પરંતુ તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શિક્ષિકા અને તેના વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ વિદ્યાર્થી જ્યારે શાળામાં હતો, ત્યારે 13 વર્ષ પહેલા આ શિક્ષિકાની તેની gym teacher હતી. ત્યારે વિદ્યાર્થીનું નામ Scott Davies છે. અને શિક્ષિકાનું નામ Helen Booth છે. જોકે Helen Booth કરતા Scott Davies એ 7 વર્ષ નાનો છે. તે ઉપરાંત આ ઘટના UK માંથી સામે આવી છે. ત્યારે Helen Booth અને Scott Davies વર્ષ 2009 માં સૌ પ્રથમ મળ્યા હતાં.
આ પણ વાંચો: 30 વર્ષની નર્સ બની સનકી 53 વર્ષના તબીબના પ્રેમમાં, શારીરિક સંબંધ પછી...
'I'm marrying my old teacher - my mates still call her "Miss"' pic.twitter.com/2UiquDuGgD
— The Sun (@TheSun) September 9, 2024
Scott Davies એ બીચ પર 200 લોકોની સામે પ્રેમનો ઈઝહાર કર્યો
ત્યારબાદ ફરીવાર 13 વર્ષ બાદ વર્ષ 2022 ની અંદર Helen Booth કરતા Scott Davies ની મુલાકતા થઈ હતી. જોકે શરૂઆતના સમયમાં એકબીજાને કોઈપણ પ્રકારની પ્રેમની લાગણી ન હતી. પરંતુ ત્યારબાદ Helen Booth અને Scott Davies વચ્ચે અવાર-નવાર મળવાનું થતું રહેતું હતું. ત્યારે Helen Booth અને Scott Davies ને એકબીજા સાથે પ્રેમ થવા લાગ્યો હતો. ત્યારબાદ બંને એકસાથે રહેલા લાગ્યા હતાં. જે બાદ વર્ષ 2024 માં Helen Booth ને Scott Davies એ બીચ પર 200 લોકોની સામે પ્રેમનો ઈઝહાર કર્યો હતો.
Scott Davies એક શાળામાં શિક્ષિક તરીકે કાર્યરત
Helen Booth અને Scott Davies બંનેની સગાઈ થઈ ગઈ છે. આગામી દિવસોમાં Helen Booth અને Scott Davies એ લગ્નનું પણ આયોજન કર્યું છે. જોકે Scott Davies એક શાળામાં શિક્ષિક તરીકે કાર્યરત છે. ત્યારે Scott Davies નું કહેવું છે કે, તેણે ક્યારે પણ ન હતું વિચાર્યું કે તે તેની ભૂતપૂર્વ શિક્ષિકા સાથે લગ્ન કરશે. જોકે શાળાના દિવસો દરમિયાન શિક્ષિકા Helen Booth તેનો ક્રશ હતો. જોકે Scott Davies જે શાળામાં વિદ્યાર્થી હતો, ત્યાં ક્રિકેટ કોચ તરીકે કાર્યરત છે. ત્યારે હવે, Helen Booth અને Scott Davies એ નક્કી કર્યું છે કે, જીવનના આગામી દિવસો બંને એકબીજા સાથે પસાર કરશે.
આ પણ વાંચો: ચુંબન કરવા પર કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા