તમિલનાડુમાં પાણીપુરીની લારીવાળાની વર્ષે 40 લાખ રૂપિયાની કમાણી, GST વિભાગે ફટકારી નોટિસ
નવી દિલ્હી : સામાન્ય રીતે પાણીપુરીનું નામ સાંભળતાની સાથે જ કોઇ પણ વ્યક્તિના મોઢામાં પાણી આવી જાય છે. લગભગ દરેક વિસ્તારોમાં પકોડીવાળા હોય જ છે. હાઇફાઇ મોલ હોય કે નાનકડી ચાલી દરેકના છેડે એક પાણીપુરીવાળો જરૂર ઉભો હોય છે. જો કે તમે ક્યારેય વિચાર્યું છે કે, આ પકોડીવાળા કેટલું કમાતા હશે? તમે ધારશો કે મહિને 10-15 હજાર રૂપિયાનો વ્યાપાર કરતા હશે. પરંતુ તમિલનાડુના એક પાણીપુરીવાળો હાલ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ છે. તે પોતાની કમાણીના કારણે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
તમિલનાડુના પાણીપુરીવાળાની નોટિસ વાયરલ
તમિલનાડુના આ પાણીપુરીવાળાએ ઓનલાઇન પેમેન્ટ દ્વારા વર્ષમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી છે. ત્યાર બાદ GST વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ નોટિસ છવાઇ ચુકી છે. કોર્પોરેટ જોબ કરતા લોકો તેના પર અલગ અલગ પ્રકારના મીમ બનાવી રહ્યા છે. નોટિસની તસ્વીર સોશિયલ મીડિયા પર આગ લગાવી ચુકી છે. 30-40 હજારની નોકરી કરતા લોકો હવે પાણીપુરીવાળા વિશે અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભમાં જારી થયા 6 રંગના ઈ-પાસ, જાણો કયા રંગનો પાસ કોને મળશે
લોકો ભૈયાજીની નોટિસ અંગે આપી રહ્યા છે પ્રતિક્રિયા
માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર એક યુઝર દ્વારા આ નોટિસની તસ્વીર શેર કરી છે. કેપ્શનમાં લખ્યું કે, તમિલનાડુ જીએસટી વિભાગે એક પાણીપુરીવાળાને નોટિસ ફટકારી છે. કારણ ભૈયાજીએ ઓનલાઇન પેમેન્ટ દ્વારા વર્ષે 40 લાખ રૂપિયાની કમાણી કરી છે. રોકડમાં જે થઇ હોય તે તો અલગ. હવે મને લાગી રહ્યું છે કે હું ખોટી લાઇનમાં આવી ગયો છું. કાશ પાણીપુરી વેચી હોત તો પણ આજે હું કરોડપતિ બની ગયો હોત.
तमिल नाडु GST विभाग ने एक गोलगप्पे वाले को नोटिस भेजा, कारण:
"भैया आपके फोने-पे और गूगल-पे में 1 साल में 40 लाख की बिक्री दिख रही, कॅश की होगी सो अलग"खैर, इस खबर से देश हैरान कम परेशान ज्यादा है कि:
"यार मैं गलत line में आ गया, काश गोलगप्पे बेचता" 😭😭😭 pic.twitter.com/YEg3rkPBfw— Sanjeev Goyal (@sanjeev_goyal) January 3, 2025
ઓનલાઇન પેમેન્ટ થકી જ 40 લાખની કમાણી
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ નોટિસ 17 ડિસેમ્બર, 2024 ની છે. આ નોટિસ તમિલનાડુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ અને સેન્ટ્રલ જીએસટી એક્ટની કલમ 70 અનુસાર ફટકારવામાં આવી છે. જેમાં વેપારીને ગત્ત ત્રણ વર્ષની લેવડ દેવડનો અહેવાલ આપવા અંગે જણાવાયું છે. ખાસ કરીને 2023-24 ના વર્ષમાં કમાણીની મોટી રકમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ માહિતી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પરથી મળી છે.
આ પણ વાંચો : Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી
કોર્પોરેટમાં નોકરી કરતા લોકોએ કહ્યું ચાલો લારી ચલાવીએ
જીએસટીની નોટિસ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક લોકો પરેશાન છે તો કેટલાક સ્થિતિ પર મજાક બનાવી રહ્યા છે. કેટલાક તો એવા પણ છે જે કોર્પોરેટ નોકરીઓને ભાંડી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે પાણીપુરી જ વેચીશઉં. દશકોથી રોકડમાં વ્યાપાર કરતા સ્ટ્રીટ ફુડ વિક્રેતાઓ હવે ડિજિટલ પેમેન્ટ તરફ વળવા માટે મજબુર થયા છે. જેના કારણે આ પ્રકારે કેટલાક લોકોનો ભાંડો ફુટતો રહે છે.
આ પણ વાંચો : મોરન નદીના કિનારે જનભાગીદારીથી જળ સંચય અને રિવર ફ્રન્ટનું થઈ રહ્યું નિર્માણ: C. R. Patil