Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

West Bengal માં ગ્રામીણોએ ગર્ભવતી હાથણીને જીવતી સળગાવી, જુઓ વીડિયો

West Bengal ના Jhargram માં આવેલા એક જંગલમાં બની લોકોનું ટોળું હાથમાં મશાલ લઈને એક જંગલની અંદર ગયા આ પહેલા પણ પાંચ હાથીઓનું જૂથ Jhargram માં પ્રવેશ્યું હતું Jhargram elephant news: ભારત દેશમાં પ્રાણીઓને સમાજમાં ખાસ સન્માન આપવામાં આવ્યું...
west bengal માં ગ્રામીણોએ ગર્ભવતી હાથણીને જીવતી સળગાવી  જુઓ વીડિયો
  • West Bengal ના Jhargram માં આવેલા એક જંગલમાં બની

  • લોકોનું ટોળું હાથમાં મશાલ લઈને એક જંગલની અંદર ગયા

  • આ પહેલા પણ પાંચ હાથીઓનું જૂથ Jhargram માં પ્રવેશ્યું હતું

Jhargram elephant news: ભારત દેશમાં પ્રાણીઓને સમાજમાં ખાસ સન્માન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીઓને દેવી-દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમ છતાં પ્રાણીઓ સાથે અવાર-નવાર માનવીઓ હેવાનિયત જેવું વર્તન કરતા હોય છે. આવી ઘટનાઓના વીડિયો પણ વારયલ થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના West Bengal માં થઈ છે. આ ઘટનાએ ફરી એકવાર West Bengal માં તોફાનોને આહ્વાન આપ્યું છે.

Advertisement

લોકોનું ટોળું હાથમાં મશાલ લઈને એક જંગલની અંદર ગયા

આ ઘટના West Bengal ના Jhargram માં આવેલા એક જંગલમાં બની હતી. આ જંગલની અંદર આવેલી એક હાથણી (elephant) ને આગમાં ધકેલી દેવામાં આવી હતી. આ તમામ ઘટાનાના આરોપીઓ સ્થાનિક ગામવાસીઓ છે. જોકે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં અમુક લોકોનું ટોળું હાથ (elephant) માં મશાલ લઈને એક જંગલની અંદર જઈ રહ્યા છે. ત્યારે તેમને જોઈને એક હાથણી જોર-જોરથી અવાજ કરી રહી છે. તો અનેક લોકોનો દાવો છે, આ હાથણી (elephant) ગર્ભવતી હતી. તે ઉપરાંત હાથણી પર સળગતી લોખંડની વસ્તુઓ ફેંકવામાં આવી હતી. તો આ ઘટનાના મુખ્ય આરોપી તરીકે પ્રાઈવેટ હુલા પાર્ટી કરતા નાગરિકોને માનવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો: પાકિસ્તાની બહેન અને PM MODI...બંને વચ્ચે શું સંબંધ...?

આ પહેલા પણ પાંચ હાથીઓનું જૂથ Jhargram માં પ્રવેશ્યું હતું

ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે, આખરે તડપીને હાથણી (elephant) રસ્તા પર ઢળી પડે છે. અને તેનું મૃત્યુ થઈ જાય છે. જોકે આ ઘટનાની નોંધ વન વિભાગના અધિકારો લીધી છે. આ ઘટનાના સાક્ષી પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીઓને પકડી પાડવા માટે કામ શરું કરવામાં આવ્યું છે. આ પહેલા પણ પાંચ હાથી (elephant) ઓનું જૂથ Jhargram માં પ્રવેશ્યું હતું, જેમાં એક ગર્ભવતી માદા હાથી (elephant) નો સમાવેશ થાય છે. આ ઘટના બાદ હાથી (elephant) ના હુમલામાં એક ગ્રામીણનું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને વન વિભાગે હાથીઓને જંગલમાં પરત મોકલવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પછી, હાથીઓનું જૂથ ગામ છોડીને Jhargram રાજ કોલેજમાં પ્રવેશ કરે છે.

Advertisement

આ પણ વાંચો: તમારું દિલ જીતી લેશે આ ડૉક્ટર, 42 વર્ષથી લોકોની માત્ર 5 રુપિયામાં કરે છે સારવાર

Tags :
Advertisement

.