Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે યુવકો પર અચાનક AC નું Outdoor Unit પડ્યું, જુઓ વીડિયો

2 યુવકોના માથા પર AC Outdoor Unit પડ્યું ફોરેન્સિક ટીમે સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી અકસ્માતમાં સ્કૂટર પર બેઠેલો ફંગોળાયો હતો Delhi Viral Video: દિલ્હીના કરોલ બાગમાંથી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં ઘટનાસ્થળ પર...
બે યુવકો પર અચાનક ac નું outdoor unit પડ્યું  જુઓ વીડિયો
  • 2 યુવકોના માથા પર AC Outdoor Unit પડ્યું

  • ફોરેન્સિક ટીમે સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી

  • અકસ્માતમાં સ્કૂટર પર બેઠેલો ફંગોળાયો હતો

Delhi Viral Video: દિલ્હીના કરોલ બાગમાંથી એક દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં ઘટનાસ્થળ પર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો અન્ય એક વ્યક્તિની હાલાત ગંભીર છે, તેથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની ફરિયાદ નોંધીને કારોલ બાગ પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

2 યુવકોના માથા પર AC Outdoor Unit પડ્યું

ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર આજરોજ આશરે 7 કલાકની આસપાસ કારોબ બાગ પાસે આવેલા ડીબીજી રોડ પર એક વ્યક્તિ પર AC Outdoor Unit પડ્યું હતું. તો પોલીસ જ્યારે ઘટાનાસ્થળ પર પહોંચી ત્યારે તેમને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યા હતાં. તેથી તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે એક વ્યક્તિએ મૃત જાહેર કર્યો હતો. તો મૃતક વ્યક્તિનું નામ 18 વર્ષનો જિતેશ હતું.

આ પણ વાંચો: ICG ના ડીજી રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન, ચેન્નાઈમાં લીધા અંતિમ શ્વાસ

Advertisement

ફોરેન્સિક ટીમે સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી

જોકે AC Outdoor Unit એ બે વ્યક્તિઓ પર પડ્યું હતું. આ AC Outdoor Unit ઈમારતના બીજા માળેથી પડ્યું હતું. તો મૃતક જિતેશ ઉપરાંત 17 વર્ષનો પ્રાંશુ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. જે પટેલ નગરનો નિવાસી છે. તે ઉપરાંત પ્રાંશુ હાલમાં કોઈપણ વાતચીત કરી શકે, તેવી હાલતમાં નથી. ત્યારે આ મામલે પોલીસે FIR નંબર 387/24, 125(A)/106 BNS, પીએસ ડીબીજી રોડ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે સ્થળ તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

અકસ્માતમાં સ્કૂટર પર બેઠેલો ફંગોળાયો હતો

તો વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સ્કૂટર પર બેઠો છે. જ્યારે બીજો ઉભો છે. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતાં. ત્યારે એક AC Outdoor Unit બીજા માળેથી બંને યુવકોના માથા પર પડ્યું હતું. ત્યારે બંને યુવાનો જમીન પર પડી ગયા હતાં. અકસ્માતમાં સ્કૂટર પર બેઠેલો ફંગોળાયો હતો.

આ પણ વાંચો: Food Positioning : સ્કૂલમાં બિસ્કિટ ખાધા બાદ 153 વિદ્યાર્થીઓની તબિયત લથડી, 7 ની હાલત ગંભીર

Tags :
Advertisement

.