Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચુંબન કરવા પર કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા

Kiss કરવાને લઈ કાઢી મૂકવામાં આવ્યા હતાં પત્નીએ Company માં પ્રેમિકા હોવાની કરી જાણ Company વિરુદ્ધ 3 લાખ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું chinese company fired employees : તાજેતરમાં China માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક...
ચુંબન કરવા પર કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા
  • Kiss કરવાને લઈ કાઢી મૂકવામાં આવ્યા હતાં
  • પત્નીએ Company માં પ્રેમિકા હોવાની કરી જાણ
  • Company વિરુદ્ધ 3 લાખ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું

chinese company fired employees : તાજેતરમાં China માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક pharma company માં કામ કરતા બે કર્મચારીઓને Company માંથી ફરજ તુરંત કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે તેની પાછળનું કારણ Company ના નિયમ-કાનૂન ભંગ કરવાનું નથી. પરંતુ આ બંને કર્મચારીઓ Office માં Kiss કરી રહ્યા હતાં. તેથી તેમને નિકાળી મૂકવામાં આવ્યા છે.

Advertisement

પત્નીએ Company માં પ્રેમિકા હોવાની કરી જાણ

એક અહેવાલ અનુસાર, China માં આવેલી એક pharma company છે. તો આ pharma company એ ચીનમાં Sichuan province માં આવેલી છે. તો Company દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બંને કર્મચારીઓને Kiss કરતા હોવાથી કાઢી દેવામાં આવ્યા છે. તે બંને વિવાહિત પુરુષ અને મહિલા હતાં. જોકે પુરુષની પત્ની દ્વારા જ્યારે આ અંગે માહિતી Company ને આપવામાં આવી હતી. ત્યારે Company ના મેનેજરેએ Office માં એકબીજાની સાથે પ્રેમલીલા મનાવી રહ્યા કર્મચારીઓને બોલાવ્યા હતાં.

આ પણ વાંચો: જાણો.... ઈસ્લામના કયા સંબંધોમાં યુવક-યુવતી લગ્ન કરી શકે છે?

Advertisement

Kiss કરવાને લઈ કાઢી મૂકવામાં આવ્યા હતાં

ત્યારે Company ના મેનેજરે પુરુષની પત્ની દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પુરુષની પ્રેમિકાને જણાવી હતી. ત્યારે Office ની અંદર મહિલા અને પુરુષ વચ્ચે ઉગ્રબોલાચાલી થઈ હતી. ત્યારે તાત્કાલિક ધોરણે મહિલાએ પુરુષને સામેથી નીકળી જવાનું સૂચન કર્યું હતું. પરંતુ પુરુષે સંયમથી આ મામલો Office માં શાંત કર્યો હતો. તે ઉપરાંત મહિલાને પણ શાંત પાડી હતી. અને તેને બધુ બરાબર કરવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારે અંતે પુરુષ અને મહિલા વચ્ચે મામલો થાળે પડ્યો હતો. તેથી અંતે બંને કર્મચારીએ એકબીજાને Office માં સરાજાહેર Kiss કરી હતી. ત્યારે આ પ્રકારના વર્તન અંગે અન્ય કર્મચારીઓ દ્વારા તેમના વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. જે બદલ આ બંને કર્મચારીઓને Office માં પ્રેમલીલા કરવી અને Kiss કરવાને લઈ કાઢી મૂકવામાં આવ્યા હતાં.

Company વિરુદ્ધ 3 લાખ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું

જોકે બંને કર્મચારીઓએ Company વિરુદ્ધ 3 લાખ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું હતું. ત્યારે આ મામલો હાલ, ચીનમાં કોર્ટની અંદર ચાલી રહ્યો છે. તો ચીનમાં સુનાવણી દરમિયાન Company એ જણાવ્યું હતું કે, જે નિયમો અંતર્ગત કર્મચારીઓને કાઢી દેવામાં આવ્યા છે. તે નિયમોનું ઉલ્લંઘન કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તેના અંતર્ગત તેમને કાઢી દેવામાં આવ્યા છે. અને તેના અંતર્ગત Company ને હક છે કે, કર્મચારીઓને બળતરફ કરી શકે છે. ત્યારે આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. અનેક લોકો કર્મચારીઓની નિંદા કરી રહ્યા છે. કારણ કે... આ પ્રકારના વર્તનને કારણે Company માં સહકર્મીમાં અવિશ્વાસ, ભય, કામને લઈ અગવડ, સુરક્ષા અને અન્ય મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો: Pakistan માં પિતાની પાક હરકત, પુત્રીની સુરક્ષા માટે આપનાવ્યો આ કિમીયો

Tags :
Advertisement

.