ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

3 અભિવ્યક્તિવાળા લોકોથી સમાજમાં દૂર રહેવું, નહીંતર ધનોતપનોત નક્કી!

આવા 3 વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ બીજાઓનું અપમાન કરતા લોકો સ્વાર્થી અને એકલતામાં રહેતા લોકો બીજાઓ ઉપર હિંસા કરતા લોકો Chanakya Niti : ધરતી ઉપર ફેલાયેલી દરેક ઘટનાઓ, વસ્તુઓ, પરંપરા અને રહેણીકરણીના માપદંડો માત્ર કોઈ વ્યક્તિને કારણે અસ્તિત્વમાં આવ્યા...
06:02 PM Oct 07, 2024 IST | Aviraj Bagda
make distance from these 3 types of people

Chanakya Niti : ધરતી ઉપર ફેલાયેલી દરેક ઘટનાઓ, વસ્તુઓ, પરંપરા અને રહેણીકરણીના માપદંડો માત્ર કોઈ વ્યક્તિને કારણે અસ્તિત્વમાં આવ્યા નથી. એકથી વધુ વ્યક્તિઓના કાફલા દ્વારા આ તમામ માપદંડોને તૈયાર કરવામાં આવેલા છે. ત્યારે આ કાફલાનું રૂપાતંર અમુક સમયબાદ સમાજ તરીકે થાય છે. અને આવા વિવિધ સામાજો ભેગા મળીને એક દેશની રચના કરે છે. ત્યારે વિવિધ દેશ મળીને આ દુનિયા અને આ આધુનિક યુગને તૈયાર કર્યો છે.

આવા 3 વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ

આ સમાજ, વિશ્વ અને દુનિયામાં અનેક એવા લોકો છે, જે વાસ્તવિક ધોરણે વસવાહટ કરવા માટે લાયક નથી. જોકે દરેક લોકોનો સ્વભાવ અલગ-અલગ હોય છે. તેના આધારે તેઓ પોતાનું જીવન પસાર કરતા હોય છે. તો બીજી તરફ એવા પણ લોકો હોય છે, જે સમય સાથે પોતાના સ્વભાવ અને વ્યવહારમાં ફેરાફાર કરતા હોય છે. પરંતુ અમુક એવા અપવાદ લોકો હોય છે, જે સમાજમાં રહીને સમાજને તો દૂષિત કરે છે, પણ તેઓ અન્યને પણ પોતાની પગદંડી ઉપર ચલાવાનું આહ્વાન કરે છે.

બીજાઓનું અપમાન કરતા લોકો

સમાજમાં અને દુનિયામાં આવા 3 વ્યક્તિઓ આવેલા હોય છે. આપણે કોઈપણ સંજોગોમાં કોઈપણનું અપમાન ના કરવું જોઈએ. કારણ કે... જ્યારે આપણે કોઈપણ વ્યક્તિઓનું અપમાન કરીએ છીએ, ત્યારે તેમની પાસેથી સન્માન માટે અપેક્ષા ના રાખવી જોઈએ. ત્યારે આવી અપમાની પ્રવૃત્તિ ધરાવતા લોકો પોતાની તારીફ કરતા સમયે તરેક વખતે પોતાની સામે આવેલા વ્યક્તિઓના વ્યક્તિત્વને નીચું દેખાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આવા લોકોથી સૌ પ્રથમ દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો: આ 5 રાશિવાળી મહિલાઓને ક્યારે પણ ક્રોધિત ન કરવી જોઈએ!

સ્વાર્થી અને એકલતામાં રહેતા લોકો

બીજા સ્થાને એવા લોકો આવે છે, જે એકદમ શાંત સ્વભાવના હોય છે. તેઓ શાંત બનીને સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તેઓ પોતાના સ્વભાવથી અન્ય લોકોને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય છે. આવા લોકોને કોઈપણ પ્રકારનું સન્માન આપવું કે તેમની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર રાખવો નિર્થક સાબિત થાય છે. કારણ કે.... આ પ્રકારના લોકો હંમેશા પોતાનો ફાયદો પ્રથમ રાખે છે. અને બીજાનો પોતના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ત્યારે આવા લોકો સાથે ખાસ કરીને દૂર રહેવું જોઈએ.

બીજાઓ ઉપર હિંસા કરતા લોકો

સામાજ અને દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા અને ક્રુરતાનું સ્થાન નથી. બીજી તરફ આ આધુનિક યુગમાં પણ હિંસા અને ક્રુરતાને રોકવા માટે નિયમ-કાનૂન બનાવવામાં આવ્યા છે. પરંતુ આજે પણ અનેક એવા રાક્ષસી પ્રવૃત્તિ ધરાવતા લોકો આવેલા છે. આ પ્રકારના લોકો અવાર-નવાર હિંસક પ્રવૃત્તિ કરી બેસે છે. કારણ કે... આ પ્રકારના લોકોમાં સંયમનો અભાવ હોય છે. ત્યારે આ પ્રકારના લોકોથી સાવચેતી સ્વરૂપે દૂર રહેવું જોઈએ. કારણ કે... આ પ્રકારના લોકોના સકંજામાં એકાવાર આવી ગયા પછી બહાર નીકળવું મુશ્કેલ થઈ શકે છે.

આ પણ વાંચો: Romance કરવાના મામલામાં આ 4 નામવાળી યુવતીઓ સૌથી મોખરે આવે છે

Tags :
Chanakya NitiChanakya Niti Chanakya NitiGujarat Firstimportant points of Chanakya Nitinever believe these 3 types of peoplenever respect these 3 types of people make distance from these 3 types of peoplethese 3 types of people not good for society
Next Article