Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધુ એકવાર Reels ના ચક્કરમાં યુવાઓએ મોતને આમંત્રણ આપ્યું, જુઓ વીડિયો

Reels ના ચક્કરમાં યુવાનોએ જીવ જોખમમાં મૂક્યો કારની ટક્કર લાગતા આ બંને યુવકો હવામાં ઉછળ્યા દરરોજ આશરે 8 કરોડ યુવાઓ Reels બનાવે છે Bijnor Viral Video: ઉત્તર પ્રદેશના બિજનોરમાંથી એક વીડિયો વાયરલ થયો આ વીડિયોમાં એક બુલેટ અને કાર...
વધુ એકવાર reels ના ચક્કરમાં યુવાઓએ મોતને આમંત્રણ આપ્યું  જુઓ વીડિયો
  • Reels ના ચક્કરમાં યુવાનોએ જીવ જોખમમાં મૂક્યો

  • કારની ટક્કર લાગતા આ બંને યુવકો હવામાં ઉછળ્યા

  • દરરોજ આશરે 8 કરોડ યુવાઓ Reels બનાવે છે

Bijnor Viral Video: ઉત્તર પ્રદેશના બિજનોરમાંથી એક વીડિયો વાયરલ થયો આ વીડિયોમાં એક બુલેટ અને કાર વચ્ચે ભયાવહ ટક્કર થાય છે. જોકે આ બુલેટને પાછળની કાર વડે ટક્કર લાગે છે. પરંતુ આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે, બુલેટ પર સવાર બંને યુવાનો રીલ બનાવી રહ્યા હતાં. તો રસ્તા પર બંને યુવકો બેધ્યાન થઈને બુલેટ ચલાવી રહ્યા હતાં, તેથી અચનાક પાછળથી કારે આવીને ટક્કર લાગી હતી.

Advertisement

Reels ના ચક્કરમાં યુવાનોએ જીવ જોખમમાં મૂક્યો

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં આવેલા કિરતપુર વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં બે યુવકો હેલ્મેટ પહેર્યા વિના પૂરપાટે બુલેટ રસ્તા પર ચલાવી રહ્યા હતાં. ત્યારે તેઓ બુલેટ પર બેસીને રીલ પણ બનાવી રહ્યા હતાં. તે સમયે તેઓ બુલેટને રસ્તાની એક તરફથી બીજી તરફ લઈ જઈ રહ્યા હતાં. પરંતુ તે સમયે તેમનું ધ્યાન રસ્તા પર ન હતું. ત્યારે અચાનક એક કાર આવીને તેમને પાછળથી ટક્કર મારે છે.

આ પણ વાંચો: Astronaut એ પૃથ્વીની પાછળથી ચંદ્રનો અહ્લાદાયક નજારો કર્યો શેર

Advertisement

કારની ટક્કર લાગતા આ બંને યુવકો હવામાં ઉછળ્યા

તો કારની ટક્કર લાગતા આ બંને યુવકો હવામાં ઉછળ્યા હતાં. તેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે નસીબ હોવાને કારણે તેઓ ફૂટપાથ પર પડ્યા હતાં. જેના કારણે તેમના જીવ બચી ગયા હતાં. ત્યારે હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત કાર ચાલક અને આ બંને યુવકો વિરુદ્ધ વાહનવ્યવહાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંને યુવકો મુંઢાલા ગામના રહેવાસી છે.

Advertisement

દરરોજ આશરે 8 કરોડ યુવાઓ Reels બનાવે છે

જોકે દેશભરમાં દરરોજ આશરે 8 કરોડ યુવાઓ Instagram માટે Reels અને Youtube માટે Short Videos બનાવે છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળ તજવીજ હાથ ધરી છે. તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે. તે ઉપરાંત રીલ્સના કારણે અનેક સરકારી કાનૂનનો પણ ભંગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Mark Zuckerberg એ પત્નીની મૂર્તિ બનાવડાવી, અન્ય પુરુષોએ કરી ટીકા

Tags :
Advertisement

.