અનોખા ગામની અનોખી વાર્તા! લોકોની અટક પ્રાણીઓના નામ આધારિત...
- બામણૌલી ગામના લોકો તેમની હવેલીઓથી ઓળખાય છે
- પક્ષીઓના નામનો ઉપયોગ તેમની અટક તરીકે કરે છે
- તેમના પૂર્વજો ઈંટો બનાવવા માટે ભઠ્ઠા લગાવતા હતા
Bamnauli Village in Baghpat : ભારતમાં બાળકોના નામ રાખવાની વિવિધ પ્રથાઓ અને પરંપરાઓ આવેલી છે. દરેક રાજ્ય, સમાજ અને પરિવારમાં અલગ રીતે ભારતમાં સંતાનોના નામ રાખવામાં આવે છે. જોકે મુખ્યત્વે ભારતમાં ખૂબ જ સમજી વિચારીને ગ્રહો અને નક્ષત્રોના આધારે નામ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં નામના પ્રથમ મૂળાઅક્ષરમાંથી સંપૂર્ણ નામ નક્કી કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એક એવું ગામ છે જ્યારે દરેક વ્યક્તિની અટક પ્રાણીના નામ આધારિત છે.
બામણૌલી ગામના લોકો તેમની હવેલીઓથી ઓળખાય છે
આ ગામ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ ગામ બાગપત જિલ્લામાં આવેલું બામણૌલી છે. આ ગામ સાથે એક અનોખી કહાની સંકળાયેલી છે. તેના કારણે અહીંયા લોકોની અટક અને તેમના નામ ખુબ જ અટપટા જોવા મળે છે. તો બામણૌલી ગામના લોકો તેમની હવેલીઓથી ઓળખાય છે. ઘણી વાર ગામમાં આવતા લોકો કોઈના ઘરનો રસ્તો પૂછે છે અને પરિવારની હવેલીનું નામ લે છે. ત્યારે આ ગામને હવેલીઓનું ગામ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં 11 ઐતિહાસિક મંદિરો પણ છે, જે ગામની પરંપરાને દર્શાવે છે.
આ પણ વાંચો: Mrs. India Galaxy 2024 ની વિજેતા પણ લવ-જેહાદનો શિકાર, બીફ અને નમાઝ....
પક્ષીઓના નામનો ઉપયોગ તેમની અટક તરીકે કરે છે
આ ગામમાં એક અનોખી પરંપરા હેઠળ પ્રાચીન સમયથી અહીંના લોકો પ્રાણીઓ અને પક્ષીઓના નામનો ઉપયોગ તેમની અટક તરીકે કરે છે. તો અહીંના લોકોની અટક પ્રાણીઓના નામ પર રાખવામાં આવી છે અને આ પરંપરા ઘણી પેઢીઓથી ચાલી રહી છે. તો સામાન્ય રીતે પોપટ, પક્ષી, ખિસકોલી, બકરી અને વાંદરો જેવા શબ્દો ઉપનામ તરીકે વપરાય છે, જેમ સોમપાલને શિયાળ તરીકે ઓળખવામાં આવે છે.
તેમના પૂર્વજો ઈંટો બનાવવા માટે ભઠ્ઠા લગાવતા હતા
આ અટકોનો ઉપયોગ પોસ્ટ ઓફિસમાં પત્રો ઉપર પણ થાય છે. ગામના ટપાલ કર્મચારી બિજેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે આ અટકોની મદદથી ટપાલ વિભાગ ગામના લોકોની ઓળખ કરે છે. આ ગામમાં 14 હજાર લોકો રહે છે, જેઓ આજે પણ 250 વર્ષ જૂની પરંપરાઓનું પાલન કરે છે. ગામમાં 50 થી વધુ ભવ્ય હવેલીઓ છે, જે ગામની પરંપરાની વાર્તા કહે છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેમના પૂર્વજો ઈંટો બનાવવા માટે ભઠ્ઠા લગાવતા હતા, જેથી ભવ્ય હવેલીઓ બનાવી શકાય.
આ પણ વાંચો: જો તમારી પાસે રુ. 25 કરોડ હોય, તો ગુરુગ્રામ અને ન્યૂ યોર્કમાંથી ક્યાં ખરીદશો ફ્લેટ?