જો પુરુષોમાં પણ થોડું સ્ત્રીત્વ હોત, તો આજે છોકરીઓ સુરક્ષિત હોત: આયુષ્માન ખુરાના
Ayushmann Khurrana એ આ ઘટનાને લઈ એક કવિતા લખી
Ayushmann Khurrana એ કવિતાનું પઠન કરતો વીડિયો શેર કર્યો છે
મહિલા તબીબ સાથે દુષ્કર્મ કરીને તેને મારી નાખવામાં આવી
Kolkata doctor rape-murder case: કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાએ સમ્રગ દેશમાં ખળભળાટ મચી ગયો છે. કોલકત્તામાં સુરક્ષા અને સરાકાર સામે નાગરિકોએ વિરોધના પાયા ઉભા કર્યા છે. તો જે હોસ્પિટલમાં આ ઘટના બની હતી, તેને અંદર તોડફોડ પણ કરવામાં આવી છે. તે ઉપરાંત ભારતના તમામ દેશવાસીઓએ આરોપીને ફાંસની સજા ફટકારવાની માગ કરી છે. ત્યારે આ મામલે ઘણા ફિલ્મી કલાકારોએ પણ પોતાના અવાજ બુલંદ કર્યો છે.
Ayushmann Khurrana એ આ ઘટનાને લઈ કવિતા લખી
તેથી અભિનેતા Ayushmann Khurrana એ આ ઘટનાને લઈ એક કવિતા લખી છે. અને આ કવિતાનું પઠન કર્યું છે. જોકે આ કવિતાઓની પંક્તિઓ ઉપરાંત દરેક શબ્દો આંખના પલકારા ભીંજવી નાખે છે. જોકે Ayushmann Khurrana અનેકવાર દેશના સામાજિક મુદ્દાઓને લઈ પોતાની પ્રતિક્રિયા આપતા હોય છે. ત્યારે આ વખતે Ayushmann Khurrana ની કવિતાએ દરેક મહિલાઓ અને છોકરીઓની ભારતની અંદર વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવી છે. આયુષ્માન ખુરાને તેમની આ કવિતાનું નામ "કાશ મેં લડકા હોતી" રાખ્યું છે.
આ પણ વાંચો: Gulzar- कोई होता जिसको अपना हम अपना कह लेते यारों
Ayushmann Khurrana એ કવિતાનું પઠન કરતો વીડિયો શેર કર્યો છે
View this post on Instagram
તો અભિનેતા Ayushmann Khurrana એ તેના સત્તાવાર Instagram Account પર કવિતાનું પઠન કરતો વીડિયો શેર કર્યો છે. ત્યારે વીડિયોમાં તેઓ કહે છે કે, મેં ભી બિના કુંડી લગાકર સોતી, કાશ મેં લડકા હોતી. જલ્લી બનકર દોડતી સારી રાત દોસ્તો કે સાથે ફિરતી, કાશ મેં ભી લડકા હોતી. કહતે સુના હે સબકો કે લડકી કો પઢાઓ લીખાઓ સશક્ત બનાઓ ઔર જબ પઢ-લિખકર ડોક્ટર બનતી, તો મેરી મા ના ખોતી ઉસકી આંખો કા મોતી, કાશ મેં ભી લડકા હોતી. ( આ માત્ર કવિતાના અમુક અંશો છે)
મહિલા તબીબ સાથે દુષ્કર્મ કરીને તેને મારી નાખવામાં આવી
ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ કોલકત્તામાં આકજી મેડિકલ કોલેજમાં 31 વર્ષની તાલીમ લઈ રહેલી તબીબનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોસ્ટમોર્ટમમાં માલૂમ પડ્યું હતું કે, મહિલા તબીબ સાથે દુષ્કર્મ કરીને તેને મારી નાખવામાં આવી છે. ત્યારે આ મામલામાં 10 ઓગસ્ટના રોજ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હાલ, આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: kolkata Doctor Case : મહિલા ડૉક્ટર હત્યા મામલે બોલિવૂડ સ્ટાર્સમાં પણ રોષ, મમતા બેનર્જીને કહ્યું...