Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉડતા પ્લેનમાં જ એક કપલે ચાલુ કરી અશ્લીલ હરકતો, સીટને જ બનાવી દીધો બેડરૂમ

નવી દિલ્હી : જ્યારે તમે પ્લેનની મુસાફરી કરી રહ્યા હો તો કેટલાક નિયમો એવા છે જેનું પાલન કરવું જરૂરી હોય છે. જેના કારણે તમારા સહ યાત્રીઓને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અથવા કોઇ શરમજનક સ્થિતિમાં ન મુકાવું પડે. જો...
ઉડતા પ્લેનમાં જ એક કપલે ચાલુ કરી અશ્લીલ હરકતો  સીટને જ બનાવી દીધો બેડરૂમ

નવી દિલ્હી : જ્યારે તમે પ્લેનની મુસાફરી કરી રહ્યા હો તો કેટલાક નિયમો એવા છે જેનું પાલન કરવું જરૂરી હોય છે. જેના કારણે તમારા સહ યાત્રીઓને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અથવા કોઇ શરમજનક સ્થિતિમાં ન મુકાવું પડે. જો કે હાલમાં એક આશ્ચર્યજનક તસ્વીરો વાયરલ થઇ રહી છે. જેમાં એક કપલ પ્લેનમાં ઇન્ટીમેટ થઇ રહ્યું છે. પોતાની સીટ પર જ કપલ સુઇ ગયું છે અને બિભત્સ હરકતો કરતું જોઇ શકાય છે. આસપાસના યાત્રીઓ અંગે વિચાર્યા વગર બંન્ને પ્લેનમાં જ રોમાન્સ કરવા લાગે છે. જેની તસ્વીરો એક અન્ય યાત્રીએ શેર કરી છે. જે અંગે હાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Advertisement

યુઝરે આ કપલની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, એક અજાણ્યું કપલ પ્લેનને જ પોતાનું રોમાન્સનું સ્થળ માની બેઠું. આસપાસના યાત્રીઓનો વિચાર કર્યા વગર જ બંન્ને ફ્લાઇટમાં ઇન્ટીમેટ થઇ ગયા હતા. 4 કલાક લાંબી ફ્લાઇટમાં આવો નજારો જોવા મળશે તેની અપેક્ષા નહોતી. આ ખુબ જ ગંભીર અને નિરાશાજનક હતું.

કપલની તસ્વીરો સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

હાલ તો આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેને 21 મિલિયન કરતા પણ વધારે વ્યુ મળી ચુક્યા છે. લોકો જાતભાતની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ તસ્વીરો પર હાલ કેટલાક મિમ્સ અને જોક પણ બનીને શેર થવા લાગ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે, આ કપલનું વર્તન અયોગ્ય અને મુસાફરોને અનુકુળ નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, તેની પાછળ બેઠેલી મહિલાએ પણ પોતાના જુતા ઉતારી દીધા છે અને તે મોઢુ ખોલીને સુઇ રહી છે.

Advertisement

અન્ય કોઇ યુઝર કે ફ્લાઇટ અટેન્ડન્ટે કેમ આ મામલે મૌન સાધ્યું

અન્ય એક યુઝરે લખ્યું કે, આસપાસના યાત્રીઓએ કે ફ્લાઇટ એટન્ડન્ટે પણ આ મામલે કોઇ પગલું ન ભર્યું. જ્યારે એક યુઝરે લખ્યું કે, આ ક્યુટ છે પરંતુ હું જ્યારે પણ પ્લેનમાં બેસુ ત્યારે સતત સીટ બેલ્ટ બાંધી રાખુ છું માટે આવું કરવું મારા માટ શક્ય નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, મારા માટે પ્લેનમાં આ બધુ કરવું શક્ય નથી. હું પ્લેનમાં માત્ર બુક્સ વાંચુ અથવા મ્યુઝીક સાંભળવાનું પસંદ કરૂ છું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આ કારણથી જ હું ઇકોનોમીમાં મુસાફરી કરવાનું ટાળુ છું. રડતા બાળકો અને તમારી સીટને રિક્લાઇન કરવામાં પણ લોકો વાંધો ઉઠાવે છે.

યુઝરે કહ્યું હોટલ સુધી પણ રાહ ન જોઇ શક્યા બંન્ને

અન્ય એક યુઝરના અનુસાર આ કપલ એટલું ઉત્તેજીત હતું કે ફ્લાઇટ પોતાના ગંતવ્ય સ્થળે પહોંચે અને ત્યાં હોટલ સુધી પહોંચે તેટલી પણ રાહ ન જોઇ શક્યા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, આટલી નાનકડી સીટમાં બંન્નેનો સમાવેશ કઇ રીતે શક્ય બન્યો. આટલા નાના સ્પેસમાં એક વ્યક્તિનું સુવુ પણ મુશ્કેલ છે તેમાં આ કપલ કઇ રીતે સુઇ શકે તે જ એક મોટો સવાલ છે.

Advertisement

Tags :
Advertisement

.