ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેનેડામાં ઝોમ્બી વાયરસનું સંક્ર્મણ પ્રાણીઓમાં ફેલાયું, માણસો પર પણ જોખમ

એક વિચિત્ર અને અત્યંત ચેપી રોગ કેનેડાના હરણને વધુને વધુ નિશાન બનાવી રહ્યો છે. આ રોગના લક્ષણો જોઈને વેટરનરી ડોક્ટરો તેને 'ઝોમ્બી ડિસીઝ' કહી રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તે હરણમાં જોવા મળતો ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD) છે, જે ખૂબ જ ચેપી છે.આ રોગ અત્યાર સુધીમાં  બે કેનેડિયન રાજ્યો આલ્બર્ટા અને સાસ્કાચેવનમાં ફેલાયો છે. આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD)નો
03:37 AM Apr 08, 2022 IST | Vipul Pandya
એક વિચિત્ર અને અત્યંત ચેપી રોગ કેનેડાના હરણને વધુને વધુ નિશાન બનાવી રહ્યો છે. આ રોગના લક્ષણો જોઈને વેટરનરી ડોક્ટરો તેને 'ઝોમ્બી ડિસીઝ' કહી રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તે હરણમાં જોવા મળતો ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD) છે, જે ખૂબ જ ચેપી છે.
આ રોગ અત્યાર સુધીમાં  બે કેનેડિયન રાજ્યો આલ્બર્ટા અને સાસ્કાચેવનમાં ફેલાયો છે. આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD)નો પ્રથમ કેસ 1960માં યુએસમાં જોવા મળ્યો હતો. કેનેડામાં CWDનો પહેલો કેસ 1996માં સાસ્કાચેવાનમાં રેન્ડીયર ફાર્મમાં જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં જંગલી હરણમાં ફેલાઈ ગયો હતો. સંક્ર્મણ ફેલાય બાદ તમામ ચેપગ્રસ્ત પ્રાણીઓને મારી નાખવામાં આવ્યા હતા.
"આલ્બર્ટા અને સાસ્કાચેવનમાં CWDનો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ પ્રેરી અને પાર્કલેન્ડમાં હરણ દ્વારા ફેલાઈ રહ્યો છે,"  આલ્બર્ટાની સરકારના વન્યજીવ રોગના નિષ્ણાંત માર્ગો પાયબસે જણાવ્યું કે, કેનેડાના બંને રાજ્યોમાં આ રોગને મહામારી જાહેર કરવામાં આવ્યો છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, CWD એ એક જીવલેણ રોગ છે. જે હરણ, રેન્ડીયર, સિકા હરણ, મૂઝ ડીયર અને હરણની અન્ય પ્રજાતિઓમાં ફેલાય છે. તે પ્રાણીઓ માટે જીવલેણ છે અને તેનો કોઈ ઈલાજ કે રસી નથી. આ રોગના લક્ષણોમાં પ્રાણીઓની વધુ પડતી લાળ, તેમની હલનચલનમાં સંકલનનો અભાવ, અસામાન્ય વર્તન, વધુ પડતો પેશાબ અને વજન ઘટવું જવું આ બધા લક્ષણો જોવા મળતા હોઈ છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે આ વાયરસ મગજ, કરોડરજ્જુ અને હરણના ઘણા કોષો પર હુમલો કરે છે. મગજ પર હુમલાથી હરણનું મગજ સંતુલન બગડે છે. હરણ ખૂબ ગુસ્સે થઈ જાય છે. વાયરસથી સંક્રમિત થયા પછી, તેઓ અચાનક વજન ગુમાવે છે અને અંતે મૃત્યુ પામે છે.
માણસમાં પણ ફેલાય શકે છે આ રોગ
આરોગ્ય નિષ્ણાંતોએ એવી ચેતવણી પણ આપી છે કે આ "ઝોમ્બી રોગ" ચેપગ્રસ્ત હરણનું માંસ ખાવાથી મનુષ્યમાં પણ ફેલાય છે. જો કે, અત્યાર સુધી મનુષ્યોમાં આ ચેપનો એક પણ કેસ નોંધાયો નથી.  નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસ ચામાચીડિયા મારફત માણસોમાં આવ્યો હોવાથી સરકારે CWDને રોકવા માટે તમામ પગલાં લેવા જોઈએ.
Tags :
canandacwdDeerGujaratFirstZombieDisease
Next Article