લગ્નની લાલચ આપીને પોતાની ભાભીનું શારીરિક શોષણ કરનાર દિયરની કરાઈ ધરપકડ
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં દિયર દ્વારા ભાભી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બનાવની વિગત અનુસાર ફરીયાદી મહિલાના છૂટાછેડા થઇ ગયા છે. જે બાદ મહિલાને તેના પૂર્વ પતિના પિતરાઇ ભાઇ હસમુખ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.આરોપી હસમુખ છૂટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. દરમ્યાન હસમુખે મહિલા સાથે લગ્નના નામે માત્ર ફુલહાર કરીને તેને પોતાની પાસે રાખી હતી.મહિલાએ ફરીયાદમાં જàª
Advertisement
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં દિયર દ્વારા ભાભી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બનાવની વિગત અનુસાર ફરીયાદી મહિલાના છૂટાછેડા થઇ ગયા છે. જે બાદ મહિલાને તેના પૂર્વ પતિના પિતરાઇ ભાઇ હસમુખ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
આરોપી હસમુખ છૂટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. દરમ્યાન હસમુખે મહિલા સાથે લગ્નના નામે માત્ર ફુલહાર કરીને તેને પોતાની પાસે રાખી હતી.મહિલાએ ફરીયાદમાં જણાવ્યુ છે કે આ દરમ્યાન આરોપીએ તેની સાથે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે આરોપીએ ફરીયાદી મહિલાને કાયદેસર પત્નીનો દરજ્જો આપ્યો ન હતો. વારંવાર મહિલા દ્વારા કહેવા છતા પણ આરોપી કાયદેસર લગ્ન કરવામાં બહાના બતાવતો હતો.
જે બાદ મહિલાએ આરોપી સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement