પોરબંદરમાં ફૂટપાથ પર પાલિકા દ્વારા બગીચા બનાવવાની કામગીરીનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ
પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં બાગ બગીચાઓ બનાવમાં આવી રહ્યા છે. જે અતર્ગત બાલુબા કન્યા શાળાની બાજુમા ફૂટપાથ ઉપર પણ બગીચો બનાવવામાં આવી રહ્યો છે. જેથી લોકો રોડ ઉપર ચાલવા મજબૂર બન્યા છે. સાથે જ અકસ્માતને આમંત્રણ અપાતું હોય તેવી જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરની મુખ્ય કન્યા શાળાની બાજુમાંજ જો આવી બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવે તો ત્યાં જેવા તેવા માણસો પણ બેસવા આવà
પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં બાગ બગીચાઓ બનાવમાં આવી રહ્યા છે. જે અતર્ગત બાલુબા કન્યા શાળાની બાજુમા ફૂટપાથ ઉપર પણ બગીચો બનાવવામાં આવી રહ્યો છે. જેથી લોકો રોડ ઉપર ચાલવા મજબૂર બન્યા છે. સાથે જ અકસ્માતને આમંત્રણ અપાતું હોય તેવી જેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરની મુખ્ય કન્યા શાળાની બાજુમાંજ જો આવી બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવે તો ત્યાં જેવા તેવા માણસો પણ બેસવા આવે. જેનાથી બહેનો - દીકરીઓની છેડતી થવાની પણ ભિતી રહેલી છે.
સ્કૂલથી દીકરીઓ જ્યારે છુટશે ત્યારે તેમને ફરજીયાત રોડ ઉપર ચાલવું પડશે અને અકસ્માતનાની સંભાવના વધશે. આ તમામ કારણોસર યુથ કોંગ્રેસે આજે વિરોધ નોંધાવ્યો હતો. પોરબંદરના એમજી રોડ પર આવેલી બાલુબા સ્કૂલ પાસે ફૂટપાથ પર બગીચા બની રહ્યા છે. તેવી જ રીતે ગોઢાણીયા કોલેજની સામે પણ આવી જ સમસ્યાઓ ઉભી થશે. વાડી પ્લોટ વિસ્તારમાં પણ ખુલ્લા પ્લોટોને બંધ કરીને બાગ બગીચાઓ બનાવમાં આવી રહ્યા છે. જ્યારે પોરબંદરમાં 3-4 કિલોમીટરના અંતરે મોટા મોટા બાગ બગીચાઓ પહેલાથી જ છે. તો આવા બાગ બગીચાઓની શું જરૂર છે?
જેથી આજે યુથ કોંગ્રેસ દ્વારા રૂપાળીબાગ પાસે પોરબંદર રોડ ઉપર લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. લોકોની સહી લીધી ત્યારે 100% લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. લોકો દ્વારા એવું પણ કેહવામાં આવ્યું કે આ ફૂટપાથ ઉપર બગીચો ના બનવા જોઈએ. વાડી પ્લોટમાં જે જગ્યા ખુલ્લી છે તે ખુલ્લી રેહવી જોઈએ. ભોજેશ્ચર પ્લોટમાં ગાર્ડનની કંઈ જરૂરિયાત હાલમાં નથી તેવી વાતો લોકો દ્વારા કેહવામાં આવી હતી. લોકોની સહી સાથે તેનો અભિપ્રાય લઇને પોરબંદર છાયા નગરપાલિાકાઓના જવાબદાર અધિકારીને પોરબંદર જિલ્લા શહેર યુથ કોગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
Advertisement