Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોધરામાં શિવભક્ત યુવકે શિવરાત્રિના દિવસે જ પોતાના લગ્નનું કર્યું આયોજન, શિવજીની વેશભૂષા સાથે કાઢ્યો વરઘોડો

સામાન્ય રીતે શિવરાત્રી મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજવામાં આવતો નથી, પરંતુ ગોધરાના એક શિવ ભક્ત યુવક રિષભ પટેલે પોતાના લગ્ન નું  શિવરાત્રીના દિવસે જ ભવ્ય આયોજન કરી પોતાની શિવ ભક્તિને અનોખી રીતે ઉજાગર કરી છે, રિષભ પટેલ વરઘોડામાં પણ શિવજીની વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ત્યારબાદ અંકલેàª
ગોધરામાં શિવભક્ત યુવકે શિવરાત્રિના દિવસે જ પોતાના લગ્નનું કર્યું આયોજન  શિવજીની વેશભૂષા સાથે કાઢ્યો વરઘોડો
સામાન્ય રીતે શિવરાત્રી મહાપર્વના દિવસે ભગવાન શંકર અને પાર્વતી માતાજીનું મિલન થયું હોવાથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં કોઈ લગ્ન પ્રસંગ યોજવામાં આવતો નથી, પરંતુ ગોધરાના એક શિવ ભક્ત યુવક રિષભ પટેલે પોતાના લગ્ન નું  શિવરાત્રીના દિવસે જ ભવ્ય આયોજન કરી પોતાની શિવ ભક્તિને અનોખી રીતે ઉજાગર કરી છે, રિષભ પટેલ વરઘોડામાં પણ શિવજીની વેશભૂષા સાથે જ વાજતે ગાજતે નીકળ્યો હતો અને ત્યારબાદ અંકલેશ્વર મહાદેવ ના દર્શન કરી લગ્નવિધિ પણ અંકલેશ્વર મહાદેવ મંદિર માં જ સંપન્ન થઈ હતી.
પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લોકો ઘણું કરતા હોય છે, પંચમહાલ જિલ્લાના ગોધરાના એક યુવકનો વરઘોડો એક અનોખો વરઘોડો જોવા મળ્યો હતો, આ યુવક શિવજીનો ભક્ત છે જેને લઈ આ યુવકે મહાશિવરાત્રી ના દિવસે શિવજીની વેશભૂષા ધારણ કરી ગોધરા શહેરમાંથી વરઘોડો કાઢ્યો હતો, મહાશિવરાત્રીના પર્વે લગ્ન અને વરરાજા શિવજીના વેશ માં જોતા સમગ્ર શહેર આશ્ચર્ય માં મુકાયું હતું.
ગોધરામાં રહેતો કાછીયા સમાજનો યુવક રિષભ પટેલ વર્ષોથી શિવ ભક્તિમાં લીન છે, રિષભ અને તેના સાથી મિત્રો પણ અચૂક શિવરાત્રી પર્વ દરમિયાન ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં ખાસ સુશોભન સાથે મંદિરમાં અલગ અલગ થીમ તૈયાર કરી દર્શનાર્થીઓને અનેરા દર્શનનો લ્હાવો  પૂરો પાડવાનો પ્રયાસ કરતાં હોય છે.
રિષભ પટેલ હિન્દુ સમાજ ને લગતી પ્રવૃત્તિઓની માનસિકતા પણ ધરાવે છે, રિષભ પટેલની જીવનશૈલી પણ અન્ય યુવકોની સરખામણીએ જરા હટકે છે, રિષભ પોતાના લાંબા વાળ અને દાઢી સાથે કપાળમાંથી તિલક સ્વરૂપમાં કાયમ જોવા મળતો હોય છે, રિષભ ની શિવ ભક્તિ તો સૌ જાણે છે, ત્યારે આજથી 5 વર્ષ અગાઉ રીશભે પોતાના લગ્ન માટે એક સંકલ્પ કરેલ હતું અને આ સંકલ્પ તેઓના પોતાના લગ્ન માટે કરેલ હતું જેમાં તેઓ શિવરાત્રી ના દિવસે જ લગ્ન કરશે.
રિષભ પટેલે પોતાની પસંદગી મુજબ યુવતી ની પસંદગી કરી હતી જે  પણ રિષભની શિવ ભક્તિમય માનસિકતા સાથે જોડાઈ ગઈ હતી અને તેના સાચા સાથી સ્વરૂપમાં સાથ આપવાનું નક્કી કર્યુ હતું, ત્યારે રિષભ પણ તેના સ્વજનોને શિવરાત્રીના દિવસે પોતે લગ્ન કરવાનું જણાવી દીધા બાદ લગ્ન નું આગોતરું આયોજન કર્યુ હતું, રિષભે લગ્ન પણ ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે જ કરવા માટે મંદિર ને સુશોભન કરી સજાવી દીધા બાદ લગ્ન  કર્યા હતા.
શિવરાત્રીને સંધ્યાએ વાજતે ગાજતે ઢોલ નગારા અને ડીજેના સથવારે રિષભનો વરઘોડો ગોધરા શહેરમાં નીકળ્યો હતો.દરમિયાન રિષભ શિવ વેશભૂષા સાથે હાથમાં ત્રિશૂળ ધારણ કરી વરઘોડામાં નીકળ્યો હતો.રિષભના વરઘોડામાં સાધુ બાવાઓ પણ જોડાયા હતા જેથી રિષભ નો વરઘોડો ગોધરા શહેરમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.વરઘોડામાં પણ શિવભક્તિમય ગીતો અને ભજનોની રમઝટ વચ્ચે સમગ્ર વિસ્તાર શિવમય બની ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.