Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમે WhatsApp પર આધાર, પાન કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો, જાણો વિગત

આજે વિશ્વભરમાં બે અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપના આગમન પછી, આપણા ઘણા કાર્યો ખૂબ સરળ થઈ ગયા છે. આજે વોટ્સએપનો ઉપયોગ બિઝનેસ, શિક્ષણથી લઈને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. વોટ્સએપના આ વધી રહેલા ઉપયોગને જોઈને સરકાર પણ વોટ્સએપ પર ઘણી સુવિધાઓ આપી રહી છે. આજે અમે તમને એક ખાસ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારું આધાર કાર્ડ, 10મી 12મી માર્કશીટ, વાહનની આરસ
તમે whatsapp પર આધાર  પાન કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો  જાણો વિગત
આજે વિશ્વભરમાં બે અબજથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપના આગમન પછી, આપણા ઘણા કાર્યો ખૂબ સરળ થઈ ગયા છે. આજે વોટ્સએપનો ઉપયોગ બિઝનેસ, શિક્ષણથી લઈને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. વોટ્સએપના આ વધી રહેલા ઉપયોગને જોઈને સરકાર પણ વોટ્સએપ પર ઘણી સુવિધાઓ આપી રહી છે. આજે અમે તમને એક ખાસ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારું આધાર કાર્ડ, 10મી 12મી માર્કશીટ, વાહનની આરસી, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે મહત્ત્વના દસ્તાવેજો WhatsApp પર ડાઉનલોડ કરી શકો છો. વોટ્સએપ પર આ મહત્વપૂર્ણ દસ્તાવેજો ડાઉનલોડ કરવા એકદમ સરળ છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે તમારા WhatsApp એકાઉન્ટ પર DigiLocker નો ઉપયોગ કરી શકો છો. તમે માય ગવર્નમેન્ટ હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોટ દ્વારા તમારા જરૂરી દસ્તાવેજો સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આવો જાણીએ -
આ માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં MY Govt Helpdesk નંબર 9013151515 સેવ કરવાનો રહેશે. આ નંબર સેવ કર્યા પછી વોટ્સએપ ઓપન કરો અને તમારી કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરો.
આ પછી માય ગવર્નમેન્ટ હેલ્પડેસ્કનો ચેટ ખોલો અને Hi નો મેસેજ મોકલો. આ પ્રક્રિયા કર્યા પછી, તમને Covin અથવા DigiLockerમાંથી એક સેવા પસંદ કરવાનું કહેવામાં આવશે. અહીં તમારે DigiLockerનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ પ્રક્રિયા કર્યા પછી, Yes નો વિકલ્પ પસંદ કરો.
હવે ચેટમાં તમને DigiLocker એકાઉન્ટ વિશે પૂછશે. આ પછી, તમારે 12 અંકના આધાર નંબરને ડિજીલોકર એકાઉન્ટ સાથે લિંક કરીને પ્રમાણિત કરવું પડશે. હવે તમને એક OTP મળશે.
આ OTP એડ કર્યા પછી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે. હવે ડિજીલોકર એકાઉન્ટ સાથેનો લિંક ડોક્યુમેન્ટ ચેટ લિસ્ટમાં દેખાશે. આવી સ્થિતિમાં, તમે અહીંથી તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજોને પીડીએફ ફાઇલમાં સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.