"હું ઈશ્વરના નામે શપથ લઉં છું".. UPમાં 'Yogi 2.0'ની શરૂઆત, સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા 'યોગી'

યોગી આદિત્યનાથે આજે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યુપીમાં 35 વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજી વખત બહુમતી મળી છે. લખનૌના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ નક્કી કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. આ સિવાય દેશના મોટા ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આટલું જ નહીં, યોગી આદિત્યનાથે પોતે સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ, પૂર્વ સીએમ અખિલેશ યાદવ, બસપા ચીફ માયાવતીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. આ સિવાય સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુખ્યમત્રી પદના શપથ લીધા
- યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા
- યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના બીજી વખત મુખ્યમંત્રી બન્યા
Lucknow | BJP's Yogi Adityanath takes oath as the Chief Minister of Uttar Pradesh for the second consecutive term. pic.twitter.com/ubAZ5nHTB4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022 " title="" target="">javascript:nicTemp();
ઉપ મુખ્યમંત્રી પદના શપથ
- કેશવ પ્રસાદ મૌર્યએ લીધા ઉપ મુખ્યમંત્રી પદના શપથ.
- બ્રજેશ પાઠકે ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.
રાજ્યમંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા
- સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન બાલ્મિકી, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- સંજય ગંગવાર, બ્રિજેશ સિંહ, કેપી મલિક, સુરેશ રાહીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
- અરુણ કુમાર સક્સેના અને દયાશંકર મિશ્રા દયાલુએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- મયંકેશ્વર સિંહ, સંજીવ ગૌર, બલદેવ સિંહ ઓલખ, દિનેશ ખટીકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- અજીત પાલ, જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- નરેન્દ્ર કશ્યપ અને દિનેશ પ્રતાપ સિંહે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા
- જેપીએસ રાઠોડ અને દયાશંકર સિંહે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- નીતિન અગ્રવાલ અને કપિલ દેવ અગ્રવાલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- રવિન્દ્ર જયસ્વાલ અને સંદીપ સિંહે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- ગુલાબ દેવી અને ગિરીશ ચંદ્ર યાદવે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- ધરમવીર પ્રજાપતિ અને અસીમ અરુણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા
કેબિનેટ મંત્રીઓએ લીધા શપથ
- સંજય નિષાદે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- આશિષ પટેલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- યોગેન્દ્ર ઉપાધ્યાયે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- અરવિંદ કુમાર શર્માએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- રાકેશ સચાને કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- જિતિન પ્રસાદે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- અનિલ રાજભરે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- નંદકુમાર ગુપ્તાએ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા
- લક્ષ્મીનારાયણ ચૌધરીએ મંત્રીપદના શપથ લીધા
- ધરપાલ સિંહ કેબિનેટ મંત્રી બન્યા
- જયવીર સિંહ કેબિનેટ મંત્રી બન્યા
- સ્વતંત્ર દેવ સિંહે
કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
- બેબી રાની મૌર્યાએ
કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
- સુરેશ ખન્નાએ કેબિનેટ
મંત્રી તરીકે શપથ લીધા
- સુરેશ ખન્ના કેબિનેટ મંત્રી બન્યા
- એસ.પી.શાહી કેબિનેટ મંત્રી બન્યા
- સૂર્ય પ્રતાપ શાહીએ મંત્રી પદના શપથ લીધા
Prime Minister Narendra Modi arrives at Atal Bihari Vajpayee Ekana Cricket Stadium in Lucknow where UP CM-designate Yogi Adityanath will take oath for the second consecutive term. pic.twitter.com/tD9sk4g0KH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2022" title="" target="">javascript:nicTemp();
યોગી આદિત્યનાથ
ફરીથી મુખ્યમંત્રી બન્યા છે જ્યારે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે ઉપમુખ્યમંત્રી
પદના શપથ ગ્રહણ કર્યા છે. તો કેબિનેટ મંત્રીઓ તરીકે સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધરમપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જીતિન પ્રસાદ, રાકેશ સચન, અરવિંદ કુમાર શર્મા યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદનો સમાવેશ
કરવામાં આવ્યો છે. તો સાથે સાથે રાજ્ય મંત્રીઓની વાત કરીએ તોનીતિન અગ્રવાલ, કપિલ દેવ અગ્રવાલ, રવિન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધરમવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠોડ, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના , દયાશંકર મિશ્રા
દયાલુએ શપથ ગ્રહણ કર્યા છે.