શું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકશે ભારત ? જાણો શું છે WTC નું ગણિત
હાલમાં ભારત શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 સીરીઝ ભારતે જીતી લીધી છે, પરંતુ ભારતની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયિનશીપની ફાઈનલ પર પણ છે. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો થવાને કારણે ફાઈનલના સમીકરણો થોડા બદલાયા છે. આવો સમજીએ ફાઈનલના સમીકરણોટીમ ઈન્ડિયાએ ટી-20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હાર આપી ટીમ ઈન્ડિયાએ ટી-20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હાર આપી છે. હવે ટીમ ઈન્ડિયાએ વનૃડે સીàª
11:48 AM Jan 08, 2023 IST
|
Vipul Pandya
હાલમાં ભારત શ્રીલંકા વચ્ચે રમાયેલી ટી-20 સીરીઝ ભારતે જીતી લીધી છે, પરંતુ ભારતની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયિનશીપની ફાઈનલ પર પણ છે. ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો થવાને કારણે ફાઈનલના સમીકરણો થોડા બદલાયા છે. આવો સમજીએ ફાઈનલના સમીકરણો
ટીમ ઈન્ડિયાએ ટી-20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હાર આપી
ટીમ ઈન્ડિયાએ ટી-20 સીરીઝમાં શ્રીલંકાને 2-1થી હાર આપી છે. હવે ટીમ ઈન્ડિયાએ વનૃડે સીરીઝની તૈયારી શરૂ કરી દીધી છે. આની વચ્ચે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો થી ગઈ છે. તેમ છતાં પણ ભારતીય ટીમ હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવાની રેસમાં છે, ટેસ્ટ ડ્રો થવાને કારણે ટીમ ઈન્ડિયા પર આનાથી શું ફરક પડ્યો છે એનું ગણિત સમજવું પણ જરૂરી છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ ડ્રો
સિડનીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ ડ્રો થઈ છે, ઓસ્ટ્રેલિયાએ સીરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. અહીંયા આ સીરીઝ પૂર્ણ થઈ અને ત્યાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરીઝ પણ પૂર્ણ થઈ છે. હવે તમામ લોકોની નજર ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝ અને ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે થનારી ટેસ્ટ સીરીઝ પર છે. પરંતું શું ટીમ ઈન્ડિયા હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી શકે છે.
પોઈન્ટ ટેબલનું હાલનું ગણિત કેવું છે ?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી બે ટીમો પહોંચે છે. હાલમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 પર છે, ટીમ ઈન્ડિયા નંબર 2 પર છે. હાલની સ્થિતિ પ્રમાણે આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાઈ શકે છે. પરંતુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેચ ડ્રો થતા સીધો ફાયદો શ્રીલંકાને થયો છે. આ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હવે માત્ર 2 સીરીઝ બચી છે. આ બંને સીરીઝના આધાર પર નક્કી થશે કે ભારત- શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ફાઈનલ કઈ ટીમ રમશે. અત્યારે પોઈન્ટ ટેબલ પ્રમાણે ઓસ્ટ્રેલિયા 75.56 ટકા, ભારત 58.93 ટકા અને શ્રીલંકા 53.33 ટકા સાથે ટોપ 3માં છે.
ફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા?
ભારતે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ રમવાની છે, બંને ટીમો વચ્ચે 4 ટેસ્ટ મેચ થશે. જો ટીમ ઈન્ડિયા આ સીરીઝને 4-0, 3-1થી જીતે અથવા તો 2-2થી ડ્રો પણ કરાવી લે છે, ત્યારે તે ફાઈનલમાં પહોંચી જાય છે. જો કે, બે મેચની સીરીઝ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે થવાની છે, જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ હારી જાય છે અને ત્યાં શ્રીલંકા સીરીઝ જીતી જાય છે, તો શ્રીલંકા ફાઈનલમાં પહોંચી જશે.
શ્રીલંકા માટે કપરા ચઢાણ
જો કે શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડની હોમ પીચ પર મેચ રમવાની છે એવામાં શ્રીલંકા માટે જીત મુશ્કેલ લાગી રહી છે. જો શ્રીલંકા 0-2થી સીરીઝ હારી જાય છે અને અહીંયા ટીમ ઈન્ડિયા 1-3થી સીરીઝ હારે છે, ત્યારે પણ ટીમ ઈન્ડિયા જ ઓસ્ટ્રેલિયા સાથે ફાઈનલ રમશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ ઘરઆંગણે રમવાની છે, તેથી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. આ બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ છે, પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article