Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વ આરોગ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને મહત્વ

શારીરિક રીતે સ્વસ્થ હોવું એ સંપૂર્ણ સ્વસ્થ હોવું નથી. જ્યારે તમે શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય સ્તરે સ્વસ્થ બનો છો, ત્યારે તમને એકંદરે સ્વસ્થ માનવામાં આવે છે. આ હેતુ માટે દર વર્ષે 7મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે અને કોણે ઉજવ્યો. વર્ષ 2022ની વિશ્વ આરોગ્ય દિવસની થીમ શું છે?વિશ્વ આરોગ્ય દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્àª
વિશ્વ આરોગ્ય દિવસ શા માટે ઉજવવામાં આવે છે  જાણો ઇતિહાસ અને મહત્વ
શારીરિક રીતે સ્વસ્થ હોવું એ સંપૂર્ણ સ્વસ્થ હોવું નથી. જ્યારે તમે શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય સ્તરે સ્વસ્થ બનો છો, ત્યારે તમને એકંદરે સ્વસ્થ માનવામાં આવે છે. આ હેતુ માટે દર વર્ષે 7મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે અને કોણે ઉજવ્યો. વર્ષ 2022ની વિશ્વ આરોગ્ય દિવસની થીમ શું છે?
વિશ્વ આરોગ્ય દિવસ પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવ્યો?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એસેમ્બલીની રચના કરી હતી. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. તેની યાદમાં દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ યુનાઈટેડ નેશન્સ (યુએન) આરોગ્ય માટેની નિષ્ણાંત એજન્સી છે. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષ 1950માં શરૂ કરવામાં આવી હતી. તે જ વર્ષે, WHOની પ્રથમ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી યોજાઈ હતી. જેમાં દર વર્ષે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. WHO એક આંતરસરકારી સંસ્થા છે જે સામાન્ય રીતે તેના સભ્ય દેશોના આરોગ્ય મંત્રાલયો સાથે કામ કરે છે.
2022ની થીમ
ગયા વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ 2021ની થીમ 'બધા માટે એક બહેતર સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરવું' હતી. જે જીવનના તમામ ક્ષેત્રના લોકો માટે તેમની ઉંમર, જાતિ, ધર્મ અને સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માંગે છે તેના પર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વિશ્વ આરોગ્ય દિવસ 2022ની થીમ 'આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય' છે. આ વર્ષની થીમનો ઉદ્દેશ્ય આપણા ગ્રહ અને તેના પર રહેતા મનુષ્યોની સુખાકારી તરફ વૈશ્વિક ધ્યાન દોરવાનો છે. WHOની અધિકૃત વેબસાઈટ અનુસાર, આ  ઝુંબેશ  "વિશ્વ આરોગ્ય દિવસ 2022ના રોજ મહામારી, પ્રદૂષિત ગ્રહ, કેન્સર, અસ્થમા, હૃદય રોગ જેવા વધતા રોગો વચ્ચે, WHO માનવ અને ગ્રહને સ્વસ્થ રાખવા માટે જરૂરી તાત્કાલિક પગલાં પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરશે અને પ્રોત્સાહન આપશે. ."

આબોહવા કટોકટી
દર વર્ષે WHO આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરે છે. જે લોકોને સર્વગ્રાહી રીતે સ્વસ્થ રહેવાની પ્રેરણા આપે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે માહિતી આપે છે. WHOનો અંદાજ છે કે વિશ્વભરમાં દર વર્ષે 13 મિલિયનથી વધુ મૃત્યુ પર્યાવરણીય કારણોને લીધે થાય છે. આમાં આબોહવાની કટોકટીનો સમાવેશ થાય છે. જે માનવતા સામેનો સૌથી મોટો સ્વાસ્થ્ય જોખમ છે. આબોહવા કટોકટી એ સ્વાસ્થ્ય સંકટ પણ છે.


Advertisement
Tags :
Advertisement

.