Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ અંતર્ગત કાર્યશાળા યોજાઈ

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ અંતર્ગત એક દિવસીય સમર ઇન્ડક્ષન કેમ્પનું રાજ્ય વ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું.કોલેજના વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે પ્રેરિત કરવા રાજ્યની દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં ઇનોવેશન ક્લબની સ્થાપના કરવામાં આવી હતી અને વિવિધ કીમતી ઈલેક્ટ્રોનિક અને યાંત્રિક સાધનોની DIY ( ડૂ ઈટ યોરસેલ્ફ )  કીટ આà
01:03 PM May 21, 2022 IST | Vipul Pandya
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ અંતર્ગત એક દિવસીય સમર ઇન્ડક્ષન કેમ્પનું રાજ્ય વ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું.કોલેજના વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે પ્રેરિત કરવા રાજ્યની દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં ઇનોવેશન ક્લબની સ્થાપના કરવામાં આવી હતી અને વિવિધ કીમતી ઈલેક્ટ્રોનિક અને યાંત્રિક સાધનોની DIY ( ડૂ ઈટ યોરસેલ્ફ )  કીટ આપવામાં  આવી હતી.
જેનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા કેળવે, સમાજ ઉપયોગી વિવિધ શોધ કરે અને સ્વ વ્યવસાય તરફ અગ્રેસર થાય તેવા હેતુસર રાજ્ય સરકારના શિક્ષણ  વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે રાજ્યના દરેક જિલ્લામાં કોલેજના વિદ્યાર્થીઓને  માસ્ટર ટ્રેઈનર દ્વારા તાલીમ અપાઈ રહી છે.
 પોરબંદર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અભ્યાસ કરતા નોન -ટેકનીકલ  વિદ્યાશાખાના  વિદ્યાર્થીઓ માટે 17મેના રોજ એક દિવસીય કાર્યશાળાનું આયોજન શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ એમ. જી. કે. પ્રાયમરી સ્કૂલ,છાંયા પોરબંદર ખાતે કરવામાં આવ્યું  હતું, જેમાં  ૭ કોલેજોના ૩૪ વિદ્યાર્થીઓ અને 6 કોલેજ કો –ઓર્ડીનેટર્સને માસ્ટર ટ્રેઈનર જીતેન્દ્ર આહિર દ્વારા નિદર્શન અને પ્રયોગ વડે  તાલીમ આપવામાં આવી હતી.  
બે સેશન  દરમ્યાન તાલીમાર્થીઓને બેઝીક ઈલેક્ટ્રોનિક કિટ,મીકેનીકલ  કિટ,એનર્જી કન્ઝર્વેશન કિટ, વી.આર. ગ્લોબ કિટ, ટેલીસ્કોપ કિટ, મીક્ટ્રોનીક્સ કિટ, એડવાન્સ સાયન્સ કિટ,એડવાન્સ ઈલેક્ટ્રોનિક કિટ અને ડ્રોન કિટમાં સમાવિષ્ટ વિવિધ સાધનો અને યંત્રોના ઉપયોગને પ્રત્યક્ષ  તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં જોડાયેલા  તમામ વિદ્યાર્થીઓ નોન -ટેકનીકલ  વિષયોના હોવા છતાં તેમણે  ખુબ ઉત્સુકતા અને રસ દાખવી તાલીમ મેળવી હતી.
ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ નિયામક એમ. નાગરાજન અને જોઈન્ટ કમિશનર નારાયણ માધુના માર્ગદર્શન હેઠળ આ  સમર ઇન્ડક્ષન  કેમ્પનું આયોજન સરકારી વિનયન કોલેજ,રાણાવાવના આચાર્ય કે. કે. બુદ્ધભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ બનાવવામાં પોરબંદર જિલ્લાની કોલેજોના ઇનોવેશન ક્લબ કો –ઓર્ડીનેટર્સ પ્રો. જયેશ ભટ્ટ, પ્રો.અશ્વિન સવજાણી, પ્રિ. વિજયસિંહ સોઢા ,ધીરુભાઈ ધોકિયા ,ચિરાગ ચંદેરા , બી.બી.એ. કોલેજના પ્રિન્સીપાલ સુમિત આચાર્ય, વિજ્ઞાન કેન્દ્રના વિવેક ભટ્ટ, અને વહીવટી સ્ટાફના  રીણાભાઈ કોડીયાતર અને તેજસ ભાટિયાનો સહયોગ રહ્યો  હતો. આ  કેમ્પમાં હાજર રહેવાની સુગમતા રહે તે માટે  શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટીનો ઉત્તમ સહયોગ મળ્યો હતો.
Tags :
GujaratFirstGujratInnovationClubPorbandarWorkshopforcollege
Next Article