Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tweet કરવાને કારણે એક મહિલાને ફટકારવામાં આવી 34 વર્ષની જેલની સજા

સાઉદી અરબની સલમા અલ-શેહબાબ (salma al shebab) ને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ 34 વર્ષના ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. સલમા અલ-શેહબાબે પોતાના ટ્વિટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વીટ-રીટ્વીટ કર્યાં હતા. સલમાએ જેલમાં બંધ એક્ટિવિસ્ટ Loujainal-Hathloul સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી. સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે તે ટ્વિà
tweet કરવાને કારણે એક મહિલાને ફટકારવામાં આવી 34 વર્ષની જેલની સજા
Advertisement

સાઉદી અરબની સલમા અલ-શેહબાબ (salma al shebab) ને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ 34 વર્ષના ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. સલમા અલ-શેહબાબે પોતાના ટ્વિટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વીટ-રીટ્વીટ કર્યાં હતા. સલમાએ જેલમાં બંધ એક્ટિવિસ્ટ Loujainal-Hathloul સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી.

Advertisement

Advertisement

Advertisement

સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે તે ટ્વિટરના માધ્યમથી સલમા લોકો વચ્ચે અશાંતિ પેદા કરવા ઈચ્છે છે, તેના ટ્વીટથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થયો હતો. સાઉદી ટેરરરિઝમ કોર્ટે તેને 34 વર્ષની સજા ફટકારી છે.

સલમાને બે બાળકો છે. તેમાંથી એકની ઉંમર 4 વર્ષ અને બીજાની છ વર્ષ છે. પહેલા તેને છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ સોમવારે તેની સજા સાઉદી ટેરરિઝમ કોર્ટે વધારીને 34 વર્ષની કરી દીધી છે. એકવાર સલમાની આ સજા પૂરી થઈ જશે, ત્યારબાદ 34 વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ લાગૂ કરવામાં આવશે. કોર્ટે જ્યારે સલમાને સજા સંભળાવી તો તેના ટ્વીટ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી વિશે પણ વાત કરવામાં આવી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી, જેમાં Loujain al-Hathloul મુખ્ય છે.

ક્યા ટ્વીટ પર થયો વિવાદ
સલમાએ એક્ટિવિસ્ટ Loujain al-Hathloul ની બહેન લિનાના ટ્વીટને રી-ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લિનાએ પોતાની બહેન Loujain al-Hathloul ને છોડવાની માંગ કરી હતી. તો સલમાએ સાઉદીથી અસહમતિ રાખનાર તે કાર્યકર્તાઓના ટ્વીટને પણ રી-ટ્વીટ કર્યાં જે રેફ્યૂજીની જિંદગી પસાર કરી રહ્યાં છે.

Tags :
Advertisement

.

×