Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કચ્છમાં 55 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહને હાઈવેની સાઈડમાં ફેંકી આરોપી ફરાર

મુન્દ્રા (Mundra) તાલુકાના રતાડિયા ગામમાં ધોળા દિવસે મહિલાની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી આ મહિલા સાથે બળાત્કાર (Rape) થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રતાડીયા ગામમાં રહેતી ૫૫ વર્ષીય મહિલા દરરોજ પોતાના ગામ થી ગુંદાલા ગામ માં આવેલા મંદિરે દર્શનાર્થે જતા સવારે અંદાજે રાબેતા મુજબ 10:30 કલાકે જતા અને 12 વાગ્યા ના અરસા માં પરત ફરી આવતા પણ ગઈ કાલે સવારે મંદિરે દર્શન કરવા નીકળેલà
કચ્છમાં 55 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા  મૃતદેહને હાઈવેની સાઈડમાં ફેંકી આરોપી ફરાર
મુન્દ્રા (Mundra) તાલુકાના રતાડિયા ગામમાં ધોળા દિવસે મહિલાની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી આ મહિલા સાથે બળાત્કાર (Rape) થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રતાડીયા ગામમાં રહેતી ૫૫ વર્ષીય મહિલા દરરોજ પોતાના ગામ થી ગુંદાલા ગામ માં આવેલા મંદિરે દર્શનાર્થે જતા સવારે અંદાજે રાબેતા મુજબ 10:30 કલાકે જતા અને 12 વાગ્યા ના અરસા માં પરત ફરી આવતા પણ ગઈ કાલે સવારે મંદિરે દર્શન કરવા નીકળેલા જયારે બપોર સુધી પરત નહિ ફરતા પરિવાર જનોએ અને ગ્રામજનોએ  શોધખોળ આદરી હતી.
હાઈવે પાસેથી મૃતદેહ મળી આવ્યો
ઘણી શોધખોળ બાદ કોઈ પતો ન મળતા આખરે રાત્રે મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ લખાવી હતી ત્યારબાદ પ્રાગપર પોલીસ શોધખોળ કરી રહી હતી ત્યારે રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં મહિલાની લાશ હાઈવે નજીક ઝાડી માંથી મળી આવી હતી જેને મુન્દ્રા CHC ખાતે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવી હતી. વધુ તપાસ હાથ ધરતા પોલીસને હાઇવે પર આવેલી એક દુકાનના સીસીટીવી ચકાસતા મહિલાને એક બાઈક ચાલક લિફ્ટ આપતો નજરે પડે છે.
દુષ્કર્મ થયું હોવાનો રિપોર્ટમાં ખુલાસો
આ બાઈક ચાલક સાથે બેસીને મહિલા ગામ તરફ રવાના થયા હતા પણ અંદાજે બે કિલોમીટર આગળ આ યુવકે બાઈક હાઇવે થી નીચે ઉતારી ને ખેતર માં લઇ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે મહિલાને મોઢામાં કપડાંનું ડુચૂ નાખીને હત્યા નિપજાવી હોવાનું જાણવા મળે છે. પોલીસના કહેવા મુજબ મહિલાની સાથે દુષ્કર્મ થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે ત્યારે આ બનાવમાં હત્યા અને બળાત્કારનો ગુનો નોંધાયો છે,આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં
બળાત્કારની ઘટનામાં પોલીસે સી.સી.ટી.વી.માં જે બાઇક ચાલક દેખાય છે તે કોણ છે ક્યાંનો છે તેની તપાસ શરૂ કરી છે આ કેસમાં મુન્દ્રા પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરીને કડક સજા મળે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.