Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રીત ફોલો કરી, ઓવન વગર જ બનાવો yummy કપકેક

ઓવન વગર કપકેક બનાવવા માટેની રીત: 🌸કપકેક બનાવવા માટેની સામગ્રી :1/2 કપ દહીં1/4 કપ કૂકિંગ ઓઇલ1/2 કપ દળેલી ખાંડ1+1/4 કપ મેંદો1 tsp બેકિંગ પાઉડર1/2 tsp બેકિંગ સોડા1/4 કપ કોકો પાઉડર1/2 tsp વેનીલા ઍસેન્સ1/4 કપ દૂધચોકલેટ ચિપ્સ🌸આઈસીંગ માટેની સામગ્રી :1/2 કપ whipped cream1/2 tsp કોકો પાઉડર1 tsp આઈસિગ સુગર2 ડ્રોપ ગ્રીન & પિંક ફુડ કલરકપકેક બનાવવા માટેની રીત:સૌ પ્રથમ દહીં માં ઓઇલ અને દળેલી ખાંડ મિક્સ કરો. હવે એમાં એક ચારણી મૂકી મેંદ
આ રીત ફોલો કરી  ઓવન વગર જ બનાવો yummy કપકેક
ઓવન વગર કપકેક બનાવવા માટેની રીત: 
🌸કપકેક બનાવવા માટેની સામગ્રી :
1/2 કપ દહીં
1/4 કપ કૂકિંગ ઓઇલ
1/2 કપ દળેલી ખાંડ
1+1/4 કપ મેંદો
1 tsp બેકિંગ પાઉડર
1/2 tsp બેકિંગ સોડા
1/4 કપ કોકો પાઉડર
1/2 tsp વેનીલા ઍસેન્સ
1/4 કપ દૂધ
ચોકલેટ ચિપ્સ
🌸આઈસીંગ માટેની સામગ્રી :
1/2 કપ whipped cream
1/2 tsp કોકો પાઉડર
1 tsp આઈસિગ સુગર
2 ડ્રોપ ગ્રીન & પિંક ફુડ કલર
કપકેક બનાવવા માટેની રીત:
  • સૌ પ્રથમ દહીં માં ઓઇલ અને દળેલી ખાંડ મિક્સ કરો.
  •  હવે એમાં એક ચારણી મૂકી મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, કોકો પાઉડર ચાળીને મિક્સ કરી લો. 
  • તેમાં વેનીલા એસેન્સ અને દૂધ નાખીને બરાબર મિક્સ કરી લેવું. કપકેકનું બેટર તૈયાર છે. 
  • હવે સ્ટીલની વાડકીને તેલ કે બટરથી ગ્રીસ કરી આ મિશ્રણને અલગ અલગ વાડકીમાં કાઢી ઉપર ચોકલેટ ચિપ્સ નાખવી અને બે ત્રણ વાર વાડકીને ટેપ કરી લેવું.
  • હવે એક નોન સ્ટીક કડાઈ લઇ એને 5 મિનીટ માટે પ્રી-હીટ કરી લો. 
  • એમાં તળિયે રેતી કે મીઠું નથી મૂક્યું. પછી બધી વાડકી એમાં મૂકી  Low flame પર કેક થવા દેવી. 
  • 30 થી 35 મિનીટમાં કપ કેક તૈયાર થઈ જશે. 
આઈસિંગ માટે
Advertisement

  • 1/2 કપ whipped ક્રીમ લીઈ તેને 5 થી 7 મિનીટ માટે ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરો.
  • આ whipped ક્રીમ માં થી થોડું ક્રીમ અલગ વાસણમાં લઇ એકમાં કોકો પાઉડર અને આઈસિંગ સુગર એડ કરી છે અને બીજા વાસણમાં ક્રીમમાં ગ્રીન અને પિંક ફૂડ કલર એડ કરી મનપસંદ રીતે આીસિંગ કરી સર્વ કરો.. 
Tags :
Advertisement

.