Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અર્બન-20ની તડામાર તૈયારી, Ahmedabad રોશનીથી ઝળહળશે

અમદાવાદમાં (Ahmedabad) આગામી 9-10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અર્બન-20 (Urban 20) સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોની દિવાલો પર ગુજરાતની સંસ્કૃતિની ઝલક આપતા ચિત્રોથી સજાવવામાં આવી રહી છે.વિવિધ સ્થળે અમદાવાદના (Ahmedabad) ઈતિહાસ અને વિશેષતાઓ દર્શાવતા વોલ પેઇન્ટિંગ પણ કરવામાં આવશે. સાથે જ વિવિધ સ્થળે રોશની પણ કરવામાં આવી રહી છે.અર્બન-20 (Urban 20) શેરપા ઇન્સેપ્શન બેઠકમાં સામેલ થનારા દેશ-વà
અર્બન 20ની તડામાર તૈયારી  ahmedabad રોશનીથી ઝળહળશે
અમદાવાદમાં (Ahmedabad) આગામી 9-10 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અર્બન-20 (Urban 20) સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના જાહેર માર્ગોની દિવાલો પર ગુજરાતની સંસ્કૃતિની ઝલક આપતા ચિત્રોથી સજાવવામાં આવી રહી છે.
વિવિધ સ્થળે અમદાવાદના (Ahmedabad) ઈતિહાસ અને વિશેષતાઓ દર્શાવતા વોલ પેઇન્ટિંગ પણ કરવામાં આવશે. સાથે જ વિવિધ સ્થળે રોશની પણ કરવામાં આવી રહી છે.
અર્બન-20 (Urban 20) શેરપા ઇન્સેપ્શન બેઠકમાં સામેલ થનારા દેશ-વિદેશના ડેલિગેટ્સ 8મી ફેબ્રુઆરીએ શહેરમાં આવી પહોંચશે.
બે દિવસની બેઠકમાં 6 વિવિધ પ્રાથમિકતાઓ પર ચર્ચા વિચારણા ઉપરાંત ડેલિગેટ્સ સાબરમતી આશ્રમ, અટલ બ્રીજ, અડાલજની વાવ, કાંકરિયા લેક તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે.
કાંકરિયા ખાતે અર્બન-20ના મહેમાનો માટે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ડેલિગેટ્સ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) વર્ચ્યુઅલ સંબોધન સાથે બેઠકનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ પહેલા દિવસે સંબોધન કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.