Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં શરૂઆતી વરસાદ માત્ર એક ટ્રેલર, આગામી દિવસોમાં મેઘરાજા કરી શકે છે ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના સ્થળે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે, આ હજુ તો શરૂઆત છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વિત્રક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહી અનુસાર આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ સુધી 9.26 ઈંચ સાથે આ ઋતુનો સરેરાશ 27.69 ટકા વà
રાજ્યમાં શરૂઆતી વરસાદ માત્ર એક ટ્રેલર  આગામી દિવસોમાં મેઘરાજા કરી શકે છે ધમાકેદાર બેટિંગ
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના મોટાભાગના સ્થળે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે, આ હજુ તો શરૂઆત છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વિત્રક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહી અનુસાર આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ સુધી 9.26 ઈંચ સાથે આ ઋતુનો સરેરાશ 27.69 ટકા વરસાદ નોંધાયો છે. 
શુક્રવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો, જે પછી શહેરના અલગ-અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે એકવાર ફરી અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને કચ્છમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડમાં રેડ એલર્ટ તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વલસાડ અને કચ્છમાં ધોધમાર વરસાદ પડી શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, નવસારી, વલસાડ, દમણ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. 
આજે સવારે 6 થી 10 સુધીની વાત કરીએ તો 62 તાલુકા જળમગ્ન થઇ ગયા છે. જેમા ડાંગના વઘઈમાં 4 કલાકમાં 6.5 ઈંચ વરસાદ, ડાંગના આહવામાં 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ, નર્મદાના સાગબારામાં સરેરાશ 4 ઈંચ વરસાદ, તાપીના ડોલવણમાં સરેરાશ 4 ઈંચ વરસાદ, છોટાઉદેપુરના બોડેલીમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ, નર્મદાના ડેડીયાપાડામાં 4 કલાકમાં 3.5 ઈંચ વરસાદ, ડાંગના સુબીરમાં સરેરાશ 2.5 ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં સરેરાશ 2 ઈંચ વરસાદ પડ્યો છે. વળી અન્ય 54 તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા વધું જોવા મળી  છે. 
આવતીકાલે સોમવારે જૂનાગઢ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ખેડા, અમદાવાદ, આણંદ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ,  ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, જામનગર, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Advertisement
Tags :
Advertisement

.