Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ત્રિપુરા ભાજપમાં જૂથવાદ ચરમસામી પર, ધારાસભ્યએ જ શિક્ષણ મંત્રી સામે મોરચો માંડ્યો

ભારતના પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપની અંદર ચાલી રહેલ જૂથવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ  ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અરુણ ચંદ ભૌમિકે પોતાની જ પાર્ટીના નેતા અને રાજ્ય શિક્ષણ મંત્રી રતનલાલ નાથને પદ પરથી હટાવવાની માંગ કરી છે.આટલું જ નહીં, તેમણે આ મુદ્દે  શિક્ષણમંત્રી સામે સીબીઆઈ તપાસની માંગ પણ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષણ મંત્રીએ ત્રિપુરાની શિક્ષણ વ
ત્રિપુરા ભાજપમાં જૂથવાદ ચરમસામી પર  ધારાસભ્યએ જ શિક્ષણ મંત્રી સામે મોરચો માંડ્યો
ભારતના પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપની અંદર ચાલી રહેલ જૂથવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ  ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અરુણ ચંદ ભૌમિકે પોતાની જ પાર્ટીના નેતા અને રાજ્ય શિક્ષણ મંત્રી રતનલાલ નાથને પદ પરથી હટાવવાની માંગ કરી છે.
આટલું જ નહીં, તેમણે આ મુદ્દે  શિક્ષણમંત્રી સામે સીબીઆઈ તપાસની માંગ પણ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષણ મંત્રીએ ત્રિપુરાની શિક્ષણ વ્યવસ્થાની કરોડરજ્જુને નષ્ટ કરી દીધી છે.વાસ્તવમાં, વરિષ્ઠ વકીલ અને ત્રિપુરા બીજેપી ધારાસભ્ય અરુણ ચંદ ભૌમિકે આરોપ લગાવ્યો કે શિક્ષણ મંત્રીના કારણે ન તો શિક્ષકો કે ન અધિકારીને પોતાની સેવા કરવામાં કોઇ રસ નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટ્રાન્સફર પોલિસી અને શિક્ષણ મંત્રીના વાહિયાત નિર્ણયોને કારણે દક્ષિણ ત્રિપુરાની શાળાઓ અને કોલેજોના મૂળભૂત શૈક્ષણિક વાતાવરણને માઠી અસર થઈ છે. 
ધારા સભ્ય ભૌમિકે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા મૂળભૂત સ્થિતિનું મૂલ્યાંકન કર્યા વિના શિક્ષકોની સમયાંતરે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવે છે અને તાજેતરમાં બેલોનિયા કોલેજના ભૌતિકશાસ્ત્ર અને શિક્ષણના એકમાત્ર શિક્ષકોને પોસ્ટ પરથી દૂર કરવામાં આવ્યા હતા. મેં પોતે મુખ્યમંત્રીને શિક્ષણમંત્રીને તાત્કાલિક આ પદ પરથી હટાવવા અંગે ફરિયાદ કરી છે અને જો જરૂર પડશે તો હું તેમને રાજ્યના મંત્રીમંડળમાંથી હાંકી કાઢવા માટે દિલ્હી સુધી પણ જઈશ. 
પત્રકારો સાથે વાત કરતા ભૌમિકે કહ્યું કે નાથ પાસે શિક્ષણ મંત્રીના પદ પર રહેવા માટે કોઈ લાયકાત નથી. તેમની પ્રવૃત્તિઓએ રાજ્યમાં ભાજપ-આઈપીએફટી સરકારને અપ્રિય બનાવી દીધી છે. લોકોમાં સરકાર પ્રત્યે રોષ છે. પૂર્વોત્તર ક્ષેત્રના વરિષ્ઠ વકીલ ભૌમિકે તૃણમૂલ કોંગ્રેસ તરફથી લોકસભા સહિત અનેક ચૂંટણીઓ લડી હતી પરંતુ ભાજપની ટિકિટ પર દક્ષિણ ત્રિપુરાના બેલોનિયા મતવિસ્તારમાંથી 2018ની વિધાનસભા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.