Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આઠ વર્ષની બાળકી સાથે દુષ્ક્રમ કરનારને સાવલી કોર્ટે આપી ફાંસીની સજા

પોતાની શારીરિક ભૂખને શાંત કરવા આજે પણ ઘણા લોકો હેવાનીયત પર ઉતરી આવે છે. ત્યારે આ રાક્ષસી માનસિકતા ધરાવતા લોકોને કોર્ટ હવે કડક સજા આપી રહી છે. 2019માં સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા વાઘોડિયાના ગોરજ ગામે બનેલા આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ તેમજ હત્યાના પ્રકરણમાં સાવલી કોર્ટે ફાસીની સજા અને 1,30,000નો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. કોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાઘોડિયાàª
આઠ વર્ષની બાળકી સાથે દુષ્ક્રમ કરનારને સાવલી કોર્ટે આપી ફાંસીની સજા
પોતાની શારીરિક ભૂખને શાંત કરવા આજે પણ ઘણા લોકો હેવાનીયત પર ઉતરી આવે છે. ત્યારે આ રાક્ષસી માનસિકતા ધરાવતા લોકોને કોર્ટ હવે કડક સજા આપી રહી છે. 2019માં સાવલી સ્પેશિયલ પોકસો કોર્ટ દ્વારા વાઘોડિયાના ગોરજ ગામે બનેલા આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ તેમજ હત્યાના પ્રકરણમાં સાવલી કોર્ટે ફાસીની સજા અને 1,30,000નો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. 
કોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વાઘોડિયાના ગોરજ ગામની સરકારી શાળાના કમ્પાઉન્ડમાં આઠ વર્ષની બાળકી માતા સાથે સૂતી હતી, તે વખતે રાતના સમયે સંજય છત્રસિંહ બારીયા રહે. છોટાઉદેપુર આઠ વર્ષની બાળકીની માતા પાસે જઈને કહે છે કે તમારા લોકોનો ઝઘડો થયો છે, તેથી બાળકીની માતા ઝઘડો જોવા માટે જાય છે. આ એકલતાનો લાભ લઈને આરોપી સંજય બારીયાએ આઠ વર્ષની સુતેલી બાળકીને એકાંતમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પણ ત્યારબાદ ગળું દબાવીને આં નરાધમ ફરાર થઈ ગયો હતો. સદર બાબતે વાઘોડિયા પોલીસ મથકે પોક્સો એક્ટ અને હત્યાનો ગુનો નોધાયો હતો. વાઘોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. આ બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ.ઠક્કરે હત્યા તેમજ દુષ્કર્મના આરોપી સંજય છત્રસિંહ બારીયા રહે. છોટાઉદેપુરને ફાંસીની સજા અને અન્ય કલમોમાં આરોપી ઠેરવીને કુલ 1,30,000નો દંડ ફટકાર્યો છે અને ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનારના માતા-પિતાને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. 
જ્યારે આઠ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપી અને કોર્ટમાં રજૂ કરતા તાલુકાજનો ફિટકાર વરસાવી રહ્યા હતા. તેમજ ડીસ્ટ્રીક લીગલ સર્વીસ ઓથોરિટીને ભોગ બનનારના માતા-પિતાને 17 લાખ રૂપિયા વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.