Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ઉદ્ધવની શિવસેનાનું ચૂંટણી ચિહ્ન મશાલ પણ જશે? આ પાર્ટીએ કર્યો નિશાન પર દાવો

મહારાષ્ટ્ર (Maharashtra)માં ચિન્હને લઈ વિવાદ સર્જાયો  હતો  ત્યારે ચૂંટણી પંચનું ટેન્શન વધી  ગયું છે. ત્યારે  કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને આપવામાં આવેલા મશાલ ચિન્હને લઈને વિવાદ ઉભો થયો છે. આ ચૂંટણી ચિન્હ (Election symbol)પર સમતા પાર્ટી(Samata Party)એ પોતાનો દાવો કર્યો છે. સમતા પાર્ટીનું કહેવું છે કે જ્યારે મશાલ પહેલાથી જ સમતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ છે તો તે ઉદ્ધવ ઠાકરેને કેવી રીતે આપી à
શું ઉદ્ધવની શિવસેનાનું ચૂંટણી ચિહ્ન મશાલ પણ જશે  આ પાર્ટીએ કર્યો નિશાન પર દાવો

મહારાષ્ટ્ર (Maharashtra)માં ચિન્હને લઈ વિવાદ સર્જાયો  હતો  ત્યારે ચૂંટણી પંચનું ટેન્શન વધી  ગયું છે. ત્યારે  કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને આપવામાં આવેલા મશાલ ચિન્હને લઈને વિવાદ ઉભો થયો છે. આ ચૂંટણી ચિન્હ (Election symbol)પર સમતા પાર્ટી(Samata Party)એ પોતાનો દાવો કર્યો છે. સમતા પાર્ટીનું કહેવું છે કે જ્યારે મશાલ પહેલાથી જ સમતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ છે તો તે ઉદ્ધવ ઠાકરેને કેવી રીતે આપી શકાય. આ સંદર્ભે, સમતા પાર્ટીના અધ્યક્ષને પત્ર લખીને, નેતા કૈલાશ ઝા આજે કેન્દ્રીય ચૂંટણી પંચના કાર્યાલય પર વિરોધ પ્રદર્શન  કર્યું  હતું

Advertisement

શિવસેનામાં બળવા પછી પાર્ટી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. ત્યારે એક જૂથનું નેતૃત્વ એકનાથ શિંદે અને બીજા જૂથનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. બંને જૂથો દાવો કરે છે કે તેમનો જૂથ અસલી શિવસેના છે. જ્યારે મામલો કેન્દ્રીય ચૂંટણી પંચ સુધી પહોંચ્યો ત્યારે પંચે તરત જ પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું ચૂંટણી ચિન્હ ધનુષબાન ફ્રીઝ કરી દીધું. કેન્દ્રીય ચૂંટણી પંચે બંને જૂથોને નવું નામ અને ચૂંટણી ચિન્હ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એકનાથ શિંદે જૂથનું નામ બાલાસાહેબ કી શિવસેના રાખવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથનું નવું ચૂંટણી ચિન્હ મશાલ છે અને એકનાથ શિંદે જૂથનું ચૂંટણી ચિન્હ ઢલ-તલવાર' છે.
સમતા પાર્ટી પણ ચૂંટણી લડશે, એક જ સિમ્બોલથી મૂંઝવણ વધશે
સમતા પાર્ટી પણ અંધેરી વિધાનસભા પેટાચૂંટણી લડવાનું મન બનાવી રહી છે. આવી સ્થિતિમાં જ્યોર્જ ફર્નાન્ડિસની સમતા પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેનું ચૂંટણી ચિન્હ 'મશાલ' હોવાના કારણે મતદારોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. જેના કારણે સમતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વાંધો નોંધાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે ચૂંટણી પંચ શું નિર્ણય લે છે.
1996થી ઉદ્ધવ જૂથને સમતા પાર્ટીનું પ્રતીક 'મશાલ' આપવા પર સવાલ
સમતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ 1996થી મશાલ બની રહ્યું છે. બુધવારે સમતા પાર્ટી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ બુધવારે જ મહત્વની બેઠક યોજે તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા 2004માં સમતા પાર્ટીના મશાલ ચિન્હની નોંધણી કરવામાં આવી હતી.સમતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.
સમતા પાર્ટી 1994થી રાષ્ટ્રીય પાર્ટી તરીકે કામ કરી રહી છે.
સમતા પાર્ટીના દાવા મુજબ આ પાર્ટી 1994થી રાષ્ટ્રીય પાર્ટી તરીકે કામ કરી રહી છે. લોકોના મનમાં આ પાર્ટીની પોતાની પ્રતિષ્ઠા છે. જ્યોર્જ ફર્નાન્ડિસ અને નીતીશ કુમારે મળીને લાલુ પ્રસાદ યાદવ સામે એક નવો પક્ષ બનાવ્યો, જેનું નામ સમતા પાર્ટી અને ચૂંટણી પ્રતીક 'મશાલ' હતું. 1995માં સમતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી લડતી વખતે 7 બેઠકો જીતી હતી. 1996ની ચૂંટણીમાં સમતા પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આ ચૂંટણીમાં પણ સમતા પાર્ટી બિહારમાં 6 અને ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં એક-એક બેઠક જીતવામાં સફળ રહી હતી.1998ની ચૂંટણીમાં પણ સમતા પાર્ટીએ 12 બેઠકો જીતી હતી. તેથી સમતા પાર્ટીના નેતાઓની માંગ છે કે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના પક્ષને મશાલના ચિહ્નને બદલે અન્ય કોઈ પ્રતીક આપવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ અંગે શું વલણ અપનાવે છે.
Tags :
Advertisement

.