શું રાહુલ દ્રવિડ ભાજપમાં જોડાશે? પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવાની છે અટકળો
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ભારતીય જનતા યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સત્રમાં ભાગ લેવાના છે. તેનું આયોજન હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 12 મેના રોજ કરવામાં આવશે.ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. ત્રણ દિવસીય સત્રમાં મુખ્
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ભારતીય જનતા યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિના સત્રમાં ભાગ લેવાના છે. તેનું આયોજન હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં 12 મેના રોજ કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. ત્રણ દિવસીય સત્રમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ હાજરી આપશે. આ સત્રમાં દેશભરમાંથી 139 પ્રતિનિધિઓ તેમની હાજરી ચિહ્નિત કરશે. મહત્વનું છે કે, ભાજપ યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક 12 થી 15 મે દરમિયાન ધર્મશાળામાં યોજાશે. ભાજપ નેતા નેહરિયાએ કહ્યું કે, ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ અને હિમાચલ પ્રદેશનું નેતૃત્વ સામેલ થશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને કેન્દ્રીય મંત્રી પણ હાજરી આપશે. ભાજપ નેતા નેહરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડની હાજરી યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો સંદેશ આપશે. તેમણે કહ્યું કે, 'ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ તેમાં ભાગ લેશે. તેમની સફળતા યુવાનોને સંદેશ આપશે કે આપણે માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી શકીએ છીએ.
આ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. મહત્વનું છે કે, BCCI એ રાહુલ દ્રવિડના ભાજપના કાર્યક્રમમાં જોડાવાના અહેવાલોને નકારી કાઢ્યો છે. બોર્ડે પૂર્વ ક્રિકેટરને ટાંકીને આવેલા અહેવાલોને રદિયો આપ્યો છે. સોમવારે, ભાજપ ધારાસભ્યએ દાવો કર્યો હતો કે, દ્રવિડ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આયોજિત યુવા મોરચાની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સત્રમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા થઈ રહ્યો છે. આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપે 44 બેઠકો જીતી ભાજપને બહુમતી માટે માત્ર 35 બેઠકોની જરૂર હતી પરંતુ ભાજપની વધતી જતી લોકપ્રિયતાને કારણે તેને પૂર્ણ બહુમતી મળી અને કોંગ્રેસ માત્ર 21 બેઠકો પર જ ઘટી ગઈ. અન્યને 68 વિધાનસભા બેઠકોમાંથી ત્રણ બેઠકો મળી હતી.
Advertisement