પાકિસ્તાનની દશા શ્રીલંકા જેવી થશે ? 1 યુએસ ડોલર પાકિસ્તાનના 192 રૂપિયાની બરાબર થઈ ગયો
પાકિસ્તાનમાં સરકાર
બદલાયા બાદ પણ આર્થિક સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. પાકિસ્તાનનો રૂપિયો અત્યાર
સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગુરુવારે પાકિસ્તાની રૂપિયાની કિંમત એક અમેરિકન ડૉલરની સામે વધીને 192 રૂપિયા થઈ ગઈ. આ અત્યાર સુધીનું સૌથી
નીચું સ્તર છે. પાકિસ્તાનના ફોરેક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 11 વાગ્યે ડોલર સામે રૂપિયાની
કિંમત વધીને 192.20 રૂપિયા થઈ ગઈ હતી. એક દિવસ પહેલા તે
રૂ. 190.20 પર બંધ થયો હતો. 24 કલાકમાં રૂપિયાના મૂલ્યમાં વધુ બે
પોઈન્ટનો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનમાં આયાત સતત વધી રહી
છે અને નિકાસ ઘટી રહી છે. જેના કારણે રૂ. જુલાઈથી એપ્રિલ સુધીમાં પાકિસ્તાનની
વેપાર ખાધ વધીને 39 અબજ ડોલર થઈ ગઈ છે.
નિષ્ણાતોનું કહેવું
છે કે ડૉલરના વધારાને કારણે રૂપિયાએ લોકોનો ભરોસો તોડ્યો છે. હાલ સ્થિતિ સુધરવાની
શક્યતા નથી. પાકિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર IMF તરફથી મદદ ન મળવા, મિત્ર દેશોની સમયસર મદદ અને વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાને
કારણે દેશનું ચલણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈમરાન ખાન આજે આર્થિક સંકટના બહાને સત્તામાંથી બહાર થઈ ગયા છે. નવી
સરકારની રચના છતાં પાકિસ્તાનમાં આર્થિક સંકટ વધી રહ્યું છે. અહીં વિદેશી દેવું સતત
વધી રહ્યું છે. હવે પાકિસ્તાનના જૂના મિત્ર દેશો સાઉદી અરેબિયા, યુએઈ અને ચીન પણ મદદ મોકલવામાં વિલંબ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં
અહીં મોંઘવારી ચરમસીમાએ છે.