શું નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી દેશે, જાણો શું કહ્યું તેમના મંત્રીએ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજયસભામાં જઇ રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તેવી ચર્ચાને બિહારના મંત્રી સંજયકુમાર ઝાએ અફવા ગણાવી છે. સંજયકુમાર ઝાએ કહ્યું કે મને આ અફવા પર આશ્ચર્ય થઇ રહ્યું છે કે સીએમ નીતીશકુમાર રાજયસભા જવા માટે વિચાર કરી રહ્યયા છે. આ અફવા શરારતી તત્વોએ ફેલાવી છે અને સચ્ચાઇથી બહુ દુર છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર રાજયસભામાં જવાની ચર્ચા ભારે જોરશà«
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર રાજયસભામાં જઇ રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિ બની શકે છે, તેવી ચર્ચાને બિહારના મંત્રી સંજયકુમાર ઝાએ અફવા ગણાવી છે. સંજયકુમાર ઝાએ કહ્યું કે મને આ અફવા પર આશ્ચર્ય થઇ રહ્યું છે કે સીએમ નીતીશકુમાર રાજયસભા જવા માટે વિચાર કરી રહ્યયા છે. આ અફવા શરારતી તત્વોએ ફેલાવી છે અને સચ્ચાઇથી બહુ દુર છે.
બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર રાજયસભામાં જવાની ચર્ચા ભારે જોરશોરથી ચાલી રહી છે. આ ચર્ચાને નીતીશના મંત્રી સંજયકુમાર ઝાએ ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે આ અફવા છે અને નીતીશકુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળમાં સેવા ચાલુ રાખશે. હું તમામને આ દુષ્પ્રચારથી દુર રહેવા માટે આગ્રહ કરુ છું.
સંજય કુમાર ઝાએ ટ્વીટ કર્યું હતું કે મને આ અફવા પર આશ્ચર્ય થઇ રહ્યું છે કે સીએમ નીતીશ કુમાર રાજયસભામાં જવા માટે વિચાર કરી રહ્યા છે. આ અફવા શરારતી તત્વોએ ફેલાવી છે અને સચ્ચાઇથી ખુબ દુર છે. તેમની પાસે બિહારની સેવા કરવા માટેનો જનાદેશ છે અને મુખ્યમંત્રી તરીકે પોતાનો કાર્યકાળ તેઓ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે નીતીશ કુમાર 2020માં બિહાર ચૂંટણીમાં એનડીએનો ચહેરો હતા. અને લોકોએ આ ગઠબંધનને સત્તામાં લાવવા માટે વોટ આપ્યો હતો. લોકોની સેવા કરવામાં તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને બિહાર ને બદલવાની ક્ષમતા પવિત્ર છે. હું તમામને આ દુષ્પ્રચારથી દુર રહેવા અપિલ કરું છું.
Advertisement
વાસ્તવમાં આ અફવા એટલે ફેલાઇ કે નીતીશ કુમારે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે તે રાજય વિધાનસભાના બંને ગૃહમાં અને લોકસભામાં સભ્ય રહી ચુકયા છે. અને રાજયસભામાં પણ તેઓ હતા. જેથી અટકળો લગાવાઇ હતી કે તે ઉપરાષ્ટ્રપતિ બની શકે છે. મીડિયામાં એ અટકળો પણ થઇ રહી હતી કે રાજયમાં નવા સત્તા હસ્તાંતરણની ફોર્મ્યુલા માટે સહમતી સધાઇ શકે છે અને ભાજપનો હવે મુખ્યમંત્રી બની શકે છે. અને બીજી તરફ આગામી મહિનાઓમાં ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુંનો કાર્યકાળ પણ પુરો થઇ રહ્યો છે.