ગામડાઓમાંથી શહેરો સુધી પહોંચ્યાં વન્યપ્રાણીઓ, જુઓ આ સિંહણ અને દીપડાએ સોસાયટીમાં આવીને શું કર્યું
જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે અને વન્યપ્રાણીઓ શહેરો સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં પણ આવું જ કઇંક જોવા મળી રહ્યું છે. અવારનવાર આપણે જોઇએ છીએ કે, ગીરના સિંહો શહેરમાં આવી જાય છે અને તેનાથી લોકોમાં ગભરાહટ પૈદા થઇ જતી હોય છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એક ઘરના CCTV માં સિંહણ અને દીપડો પાણી પીવા માટે ઘર આંગણે આવતા જોવા મળી રહ્યા છે.ગાંડી ગીરના સિંહોને જોવા માટે દેશ વિદેશથી સહેલાણી
07:04 AM Jan 27, 2023 IST
|
Vipul Pandya
જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો છે અને વન્યપ્રાણીઓ શહેરો સુધી પહોંચ્યા છે. ગુજરાતમાં પણ આવું જ કઇંક જોવા મળી રહ્યું છે. અવારનવાર આપણે જોઇએ છીએ કે, ગીરના સિંહો શહેરમાં આવી જાય છે અને તેનાથી લોકોમાં ગભરાહટ પૈદા થઇ જતી હોય છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એક ઘરના CCTV માં સિંહણ અને દીપડો પાણી પીવા માટે ઘર આંગણે આવતા જોવા મળી રહ્યા છે.
ગાંડી ગીરના સિંહોને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ ગીરના ગાઢ જંગલોમાં કે પછી સફારી પાર્ક, સાસણ સુધી આવતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તાર સાથે હવે વન્યપ્રાણી સિંહ અને દીપડાઓએ સાવરકુંડલા શહેરને પણ નવું સામ્રાજ્ય સ્થાપી દીધું હોય તેમ સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલા ખોડીયાર પાર્ક સોસાયટી નજીક 1 સિંહણ અને 1 દીપડો કુંડીમાં પાણી પીતા CCTV માં કેદ થયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વંડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નિરજ દાફડાના સાવરકુંડલા ખોડીયાર પાર્ક સોસાયટીના નિવાસસ્થાને કુંડીમાં ગાયોને પીવા માટે પાણી મુકવામાં આવ્યું હતું. પરંતું ગતરાત્રીએ એક સિંહણ પાણી પીતી CCTV કેમેરામાં કેદ થયેલ હતી. તેટલું જ નહીં તે પછી એક દીપડો પણ CCTV માં કૈદ થયો જે પાણી પીવા માટે અહી સુંધી આવી ગયો હતો.
અન્ય એક વીડિયોમાં શિકારની પાછળ દોટ લગાવતી સિંહણ પણ CCTV માં કેદ થયેલ હોય ત્યારે સાવરકુંડલા શહેરની સોસાયટી વિસ્તારમાં સિંહ - દીપડાના આંટા ફેરાની ઘટનાઓ રોજિંદી બની હોવાનું જોવા મળી રહ્યું છે. વન્યપ્રાણીઓએ રેવેન્યુ વિસ્તારોના ગામડાઓ સાથે શહેરો સુધી સિંહોએ નવું સામ્રાજ્ય ઉભું કર્યું છે તે વાસ્તવિકતા છે. ત્યારે આ વન્યપ્રાણીઓ જો હવે શહેરને જ પોતાનું નિવાસસ્થાન બનાવશે તો લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફો થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article