Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિઝરીયનથી પુત્રનાં જન્મ બાદ પરિણીતાનું મોત,ડોક્ટરની બેદરકારીનો આરોપ

રાજકોટ વાંકાનેરના મેસરીયામાં લગ્ન જીવનના આઠ આઠ વર્ષથી સંતાન સુખ જંખતી પરિણીતાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ કરૂણ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પરિણીતાની પ્રસુતિ દરમિયાન તબીબોએ સિઝરીયનમાં મોડું કરતા બેદરકારીના કારણે તેનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતોજાણવà
સિઝરીયનથી પુત્રનાં જન્મ બાદ પરિણીતાનું મોત ડોક્ટરની બેદરકારીનો આરોપ
રાજકોટ વાંકાનેરના મેસરીયામાં લગ્ન જીવનના આઠ આઠ વર્ષથી સંતાન સુખ જંખતી પરિણીતાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ કરૂણ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પરિણીતાની પ્રસુતિ દરમિયાન તબીબોએ સિઝરીયનમાં મોડું કરતા બેદરકારીના કારણે તેનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતી રહેતી અલ્પાબેન જગદીશભાઈ સાકરીયા નામની 30 વર્ષની પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા તેણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અલ્પાબેન સાકરીયાએ સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં અલ્પાબેન સાકરીયા ભાનમાં નહિ આવતા બેભાન હાલતમાં કરૂણ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.પોલીસન પ્રાથમિક પૂછપરછમાં મૃતક અલ્પાબેનના આઠ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. તેણીના પતિ જગદીશભાઈ રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઇટ ચોકમાં ડેરી ધરાવે છે. અને આઠ આઠ વર્ષથી સંતાન સુખની જંખના કરતી પરિણીતાને આઠમા વર્ષે સંતાન સુખ મળ્યું હતું. 
ડોક્ટરની  બેદરકારીના  કારણે  પરિણીતાનું  મોત નીપજ્યું 
જોકે પ્રસુતિ દરમિયાન તબીબોએ સાંજના ચાર વાગ્યે સિઝેરિયન કરવાનું જણાવ્યા બાદ વચ્ચે બીજા ત્રણથી ચાર કેસ હાથ ઉપર લઈ લીધા બાદ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં સિઝેરિયન કરી પુત્રને જન્મ અપાવ્યો હતો. તબીબોએ સિઝરીયનમાં મોડું કરતા બેદરકારીના કારણે અલ્પાબેન સાકરીયાનું મોત નીપજ્યું હોવાનો પતિ જગદીશભાઈ સાકરીયાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે. સાથે વર્ષોથી સંતાનસુખ ઇચ્છતી પરિણીતા પોતાના સંતાનનું મોઢું પણ જોઈ શકી નહીં હોવાને લઈને પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.