Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના કાદવમાં કેમ ધકેલવામાં આવી રહી છે? - રાહુલ ગાંધીએ પૂછ્યો સવાલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે પરંતુ માફિયાઓ સામે કાર્યવાહી થઈ રહી નથી, તો સરકારે જણાવવું જોઈએ કે ત્યાં ડ્રગ્સ અને લિકર માફિયાઓને કોણ રક્ષણ આપી રહ્યું છે. રાહુલે કહ્યું હતું કે ગુજરાતના બંદરેથી ત્રણ વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને છતાં ડ્રગ્સ ડીલરો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ગુજરાતની યુવા પેઢીનà
ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના કાદવમાં કેમ ધકેલવામાં આવી રહી છે    રાહુલ ગાંધીએ પૂછ્યો સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે પરંતુ માફિયાઓ સામે કાર્યવાહી થઈ રહી નથી, તો સરકારે જણાવવું જોઈએ કે ત્યાં ડ્રગ્સ અને લિકર માફિયાઓને કોણ રક્ષણ આપી રહ્યું છે. રાહુલે કહ્યું હતું કે ગુજરાતના બંદરેથી ત્રણ વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે અને છતાં ડ્રગ્સ ડીલરો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ગુજરાતની યુવા પેઢીને કેમ ડ્રગ્સના કાદવમાં ધકેલવામાં આવી રહી છે તે પ્રશ્ન છે. 
Advertisement


આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, “ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 21 સપ્ટેમ્બરે 3000 કિલો ડ્રગ્સ ઝડપાયું, જેની કિંમત 21000 કરોડ રૂપિયા, 22 મેના રોજ 500 કરોડ રૂપિયાની કિંમતની 56 કિલો, 22 જુલાઈએ 375 કરોડ રૂપિયાની કિંમતના 75 કિલોગ્રામ. ડબલ એન્જિનવાળી સરકારમાં બેઠેલા લોકો કોણ છે જેઓ ડ્રગ-દારૂ માફિયાઓને સતત રક્ષણ આપી રહ્યા છે. ગુજરાત સરકાર દારૂ માફિયાઓને રક્ષણ આપી રહ્યી છે. શા માટે ગુજરાતના યુવાનોને ડ્રગ્સ માટે મજબૂર કરવામાં આવે છે?' તેમણે પૂછ્યું, "મારો પ્રશ્ન: એક જ પોર્ટ પર ત્રણ વખત ડ્રગ્સ પકડાયું હોવા છતાં એક જ પોર્ટ પર ડ્રગ્સ કેવી રીતે ઉતારવામાં આવે છે. શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે? માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી કે તે માફિયાઓની સરકાર છે.
ગુજરાતમાં માફિયાઓને કોણ રક્ષણ આપી રહ્યું છે: રાહુલ ગાંધી ગેરકાયદે દારૂ, ડ્રગ્સ પર ગુજરાત સરકાર પર નિશાન સાંધ્યું છે. રાહુલે કહ્યું કે  "બાપૂ (મહાત્મા ગાંધી) અને સરદાર (વલ્લભભાઈ) પટેલની ધરતી પર, આ લોકો કોણ છે જેઓ આડેધડ નશાનો ધંધો કરી રહ્યાં છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે?" કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ ગુજરાત સરકારને આ મુદ્દે ઘેરી છે. 
તાજેતરની ગુજરાત હૂચ દુર્ઘટના વિશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને ડર્ગ્સ મુદ્દે   ચિંતા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે કઇ સરકાર  "માફિયાઓ" ને રક્ષણ આપી રહ્યી છે.  આ પહેલાં ઝેરી દારુની ઘટનાથી ગુજરાતના બોટાદ અને પડોશી અમદાવાદ જિલ્લામાંથી 25 જુલાઈના રોજ ઝેરી દારૂ પીવાથી  42 લોકોના મોત થયા છે, જ્યારે 97 લોકો હજુ પણ ભાવનગર, બોટાદ અને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ છે, એમ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું, "ડ્રાય સ્ટેટ 'નો દરજ્જો ધરાવતા ગુજરાતમાં, ગેરકાયદેસર દારૂના સેવનને કારણે ઘણા પરિવારો વિખેરાઇ ગયા છે. બીજી તરફ ગુજરાત માંથી અબજોની કિંમતનું ડ્રગ્સ પકડાય છે. જેખૂબ જ ચિંતાનો વિષય છે. 
 
Advertisement
Tags :
Advertisement

.