કેમ સતત ઘટી રહ્યા છે સોનાના ભાવ? હજી કેટલો ઘટશે આ ભાવ?
કેમ સોનાના ભાવ ઘટી રહ્યા છે?છેલ્લા ઘણા સમયથી સતત અમેરિકન ડોલરમાં તેજી જોવા મળી રહી છે. ડોલર 20 વર્ષની ટોચે પહોંચવાની નજીક જ છે. જ્યારે અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ 10 વર્ષમાં સૌથી વધુ છે. જેના કારણે રોકાણકારો સમક્ષ સુરક્ષિત રોકાણના શ્રેષ્ઠ રિટર્નના ઉપાય ઉપલબ્ધ છે. સોના સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ પણ આ જ છે. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારો પણ તેમાં ભાગ ભજ
કેમ સોનાના ભાવ ઘટી રહ્યા છે?
છેલ્લા ઘણા સમયથી સતત અમેરિકન ડોલરમાં તેજી જોવા મળી રહી છે. ડોલર 20 વર્ષની ટોચે પહોંચવાની નજીક જ છે. જ્યારે અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ 10 વર્ષમાં સૌથી વધુ છે. જેના કારણે રોકાણકારો સમક્ષ સુરક્ષિત રોકાણના શ્રેષ્ઠ રિટર્નના ઉપાય ઉપલબ્ધ છે. સોના સહિતની કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ પણ આ જ છે. ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં વધારો પણ તેમાં ભાગ ભજવી રહ્યા છે. તે આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં વ્યાજ દરમાં 0.75 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે.
ઘરેલુ માર્કેટની વાત કરીએ તો આઇબીજેએ અનુસાર, ગુરુવારે કેરેટ પ્રમાણે 10 ગ્રામના સોનાના ભાવની વાત કરીએ તો.. 24 કેરેટ સોનું 371 રૂપિયા ગગડી 50,182 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું.
કેરેટ - ભાવ
24 કેરેટ સોનું - 50,182 રૂપિયા / 10 ગ્રામ
23 કેરેટ સોનું - 49,981 રૂપિયા / 10 ગ્રામ
22 કેરેટ સોનું - 45,967 રૂપિયા / 10 ગ્રામ
18 કેરેટ સોનું - 37,637 રૂપિયા / 10 ગ્રામ
14 કેરેટ સોનું - 29,356 રૂપિયા / 10 ગ્રામ
જે ભાવ વર્ષ 2021ની શરૂઆત બાદ સૌથી ઓછા છે. ઘરેલૂ માર્કેટમાં ચાંદી 630 રૂપિયા ગગડી 54,737 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી.
હાલમાં જ સરકારે સોનાની આયાત પર બૅઝિક ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 12.5 ટકા કરી હતી. આ પહેલા તેનો દર 7.5 ટકા હતો.
ભારત સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. ઘરેલુ માંગને પૂરી કરવા માટે ભારતને મોટાભાગે સોનાની આયાત કરવી પડે છે. કાચા તેલ બાદ સોનું ભારતના ઇમ્પોર્ટ બિલમાં સૌથી મોટા કમ્પોનેન્ટમાંથી એક છે. આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળે તેવું વિશ્લેષકો તારણ લગાવી રહ્યા છે.
Advertisement