દેવગઢ બારીયાના પ્રા.શાળાના બાળકોને કેમ જીવનું જોખમ ? તંત્રની કઇ બેદરકારી પડી શકે છે ભારે
દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં આવેલા આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા આગળ ખુલ્લી ગટર નાના બાળકો માટે સૌથી મોટુ જોખમ ઉભી કરનારી બની છે. બીજી તરફ પાલિકા તંત્ર જાણે કોઈ અનિચ્છિય બનાવ બને તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે.. દેવગઢ બારીયા નગરમાં પાલિકા તંત્ર દ્વારા વિકાસના અનેક ઐતિહાસિક કામો કર્યા હોવાના ઢંઢેરા પીટવામાં આવી રહ્યા છે. ત્યારે નગરના કાપડી વિસ્તારમાં આવેલી પ્રાથમà
દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં આવેલા આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા આગળ ખુલ્લી ગટર નાના બાળકો માટે સૌથી મોટુ જોખમ ઉભી કરનારી બની છે. બીજી તરફ પાલિકા તંત્ર જાણે કોઈ અનિચ્છિય બનાવ બને તેની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે..
દેવગઢ બારીયા નગરમાં પાલિકા તંત્ર દ્વારા વિકાસના અનેક ઐતિહાસિક કામો કર્યા હોવાના ઢંઢેરા પીટવામાં આવી રહ્યા છે. ત્યારે નગરના કાપડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્ર આગળ વરસાદી ગટર બનાવવામા આવી છે, અને તે ગટર આજે પણ ખુલ્લી હોઈ તેને બંધ કરવામા આવી નથી. આ ખુલ્લી ગટરને લઈ પાલિકા તંત્રને સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ ખુલ્લી ગટરમાં ક્યારેક અકસ્માતે જો કોઈ બાળક અંદર ખાબકે અને કોઈ અનિચ્છિય બનાવ બને તેની શું પાલિકા તંત્ર રાહ જોઈ રહ્યુ છે ? તે સવાલ ઉઠે છે.
પાલિકા કે પછી કોન્ટ્રાકટર દ્વારા આ ગટર કેમ ખુલ્લી રાખવામાં આવી રહી છે. આંગણવાડી કે શાળાનું બાળક આ ગટરમાં ખાબકે તેની રાહ જોવાઇ રહી છે. પાલિકા દ્વારા આ કામ પૂરું કરવામાં આવશે ખરું ?.. જો આવા અધૂરા કમો પૂર્ણ કરવામાં નહિ આવે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી યોગ્ય ધટતું કરવામાં આવશે ? જો તપાસ કરવામાં આવે તો પાલિકાની અધુરી કામગીરીની અનેક પોલ બહાર આવે તેમ છે. તો શું તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ખરી ?.. તે તો આવનાર દિવસમાં જોવાનું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement