Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાન સંકટના ઉકેલ માટે કોંગ્રેસ હાઇકમાન્ડ કેમ કન્ફ્યુઝ છે ? જાણો

કોંગ્રેસ અધ્યક્ષ (Congress President)ની ચૂંટણીને લઈને રાજસ્થાન (Rajasthan)માં શરૂ થયેલા હંગામાનો અંતિમ ઉકેલ શું છે? રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલાશે કે અશોક ગેહલોત (Ashok Gehlot) ખુરશી જાળવી શકશે? આ પ્રશ્નો છેલ્લા ઘણા દિવસોથી પુછાઇ રહ્યા છે. 4 દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે અશોક ગેહલોત અને સચિન પાયલટ (Sachin Pilot)ની મુલાકાત બાદથી આ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે
રાજસ્થાન સંકટના ઉકેલ માટે કોંગ્રેસ હાઇકમાન્ડ કેમ કન્ફ્યુઝ છે   જાણો
કોંગ્રેસ અધ્યક્ષ (Congress President)ની ચૂંટણીને લઈને રાજસ્થાન (Rajasthan)માં શરૂ થયેલા હંગામાનો અંતિમ ઉકેલ શું છે? રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલાશે કે અશોક ગેહલોત (Ashok Gehlot) ખુરશી જાળવી શકશે? આ પ્રશ્નો છેલ્લા ઘણા દિવસોથી પુછાઇ રહ્યા છે. 4 દિવસ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે અશોક ગેહલોત અને સચિન પાયલટ (Sachin Pilot)ની મુલાકાત બાદથી આ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પણ શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય 1-2 દિવસમાં લેવામાં આવશે. જો કે હજુ સુધી પાર્ટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને કોઈ સંકેત પણ આપવામાં આવ્યો નથી.

અશોક ગેહલોતે ફરીથી પ્રહાર કર્યા હતા
દિલ્હીમાં સોનિયા ગાંધીની માફી માંગીને પરત ફરેલા અશોક ગેહલોતે રવિવારે ફરી એકવાર ઈશારામાં સ્પષ્ટ કર્યું કે સચિન પાયલટને કોઇ તેમને તેમના અનુગામી તરીકે સ્વીકારતા નથી. ગેહલોતે કહ્યું કે રાજ્યના મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં નવા મુખ્યમંત્રીના નામ પર ધારાસભ્યોમાં નારાજગી શા માટે છે તે જોવું જોઈએ. તેમણે કહ્યું કે નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે ત્યારે 80 થી 90 ટકા ધારાસભ્યો  નવા નેતા સાથે જોડાણ કરે છે, હું તેને ખોટું પણ માનતો નથી, પરંતુ રાજસ્થાનમાં આવું બન્યું નથી.  ગેહલોતે પાયલોટનું નામ લીધા વિના કહ્યું કે જ્યારે નવા મુખ્ય પ્રધાનના આગમનની સંભાવના હતી, ત્યારે શું કારણ હતું કે ધારાસભ્યો તેમના નામથી ખરાબ રીતે ગુસ્સે થયા હતા, જે આજ સુધી ક્યારેય બન્યું નથી. તેમને આટલો ડર શું હતો.શું તેમના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું અને સૌથી મહત્વની વાત તો એ કે તેમને જાણ કેવી રીતે થઈ.
કોંગ્રેસ હાઇકમાન્ડને હજું પણ ડર છે
અહેવાલો મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યમાં પરિવર્તનના પક્ષમાં છે. પાર્ટી નેતૃત્વ 2018થી  સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છે. પાર્ટી નેતૃત્વ જાણે છે કે મોટાભાગના ધારાસભ્યો હજુ પણ ગેહલોતની તરફેણમાં છે અને ગેહલોત પોતે મુખ્યમંત્રી પદ માટે બધું જોખમમાં નાખવા તૈયાર છે. કોંગ્રેસ અધ્યક્ષ પદના પ્રબળ દાવેદાર મનાતા ગેહલોતે આ રેસમાંથી પોતાને બહાર કરી લીધા છે પરંતુ તેઓ રાજસ્થાનનો મોહ છોડી શક્યા નથી. પાર્ટીના રણનીતિકારોને ડર છે કે ગેહલોતની ઈચ્છા વિરુદ્ધ જવાથી રાજ્યમાં સરકાર જોખમમાં આવી શકે છે. પાર્ટી કોઈ રસ્તો કાઢવાની કોશિશ કરી રહી છે જેથી બંને પક્ષોને સંતુષ્ટ કરી શકાય.
શું થયું હતું રાજસ્થાનમાં?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં ગેહલોત સૌથી આગળ માનવામાં આવતા હતા. જેથી નેતૃત્વ પરિવર્તન અને પાયલોટને નવા મુખ્ય પ્રધાન બનાવવાની અટકળો વચ્ચે ગેહલોતના વફાદાર ઘણા ધારાસભ્યોએ રાજસ્થાનમાં સ્પીકરને તેમના રાજીનામા સુપરત કર્યા હતા. જોકે, બાદમાં ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. એવી અટકળો છે કે પાર્ટી હાઈકમાન્ડ ગેહલોતથી નારાજ છે અને તેમને સીએમ પદ પરથી હટાવવા માંગે છે.
Advertisement
Tags :
Advertisement

.