Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વરૂણ ગાંધીને મોદી સરકારમાં અત્યાર સુધી મંત્રીપદ કેમ નથી મળ્યું, જાણો આ મામલે તેમણે ખુદ શું જવાબ આપ્યો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીના રાજકીય ભાવિ વિશે સતત ચર્ચા થઈ રહી છે. ભાજપ છોડીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન વરુણ ગાંધીએ મોદી સરકારમાં મંત્રી પદ ન મળવા અંગે મોટો ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે વરુણ ગાંધી સતત ત્રણ વખત સંસદ સભ્ય રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમની પાસે કોઈ મંત્રી પદ નથી.2 વાર મંત્રીપદની ઓફર મળ્યાનો કર્યો ખુલાસો હ
વરૂણ ગાંધીને મોદી સરકારમાં અત્યાર સુધી મંત્રીપદ કેમ નથી મળ્યું  જાણો આ મામલે તેમણે ખુદ શું જવાબ આપ્યો
ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીના રાજકીય ભાવિ વિશે સતત ચર્ચા થઈ રહી છે. ભાજપ છોડીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન વરુણ ગાંધીએ મોદી સરકારમાં મંત્રી પદ ન મળવા અંગે મોટો ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે વરુણ ગાંધી સતત ત્રણ વખત સંસદ સભ્ય રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમની પાસે કોઈ મંત્રી પદ નથી.
2 વાર મંત્રીપદની ઓફર મળ્યાનો કર્યો ખુલાસો 
હવે વરુણ ગાંધીએ ખુલાસો કર્યો છે કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંને કાર્યકાળ દરમિયાન મંત્રી બનવાની ઓફર મળી હતી, પરંતુ તેમણે તેને ઠુકરાવી દીધી હતી. વરુણ ગાંધીએ 'ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ'ના થિંકડુ કોન્ક્લેવમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, 'મેં બંને વખત મંત્રી પદને ફગાવી દીધું છે, પરંતુ મોટાભાગના લોકોને આ વાતની જાણ નથી.'
મંત્રીપદ ઠુકરાવીને વરુણથી કોઈ નારાજ હતું?
જ્યારે વરુણ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું મંત્રી પદ નકારવાથી કોઈને ખરાબ લાગ્યું કે ગુસ્સો આવ્યો? આના પર વરુણે કહ્યું  જો તમે કોઈ વાત માનપૂર્વક કહો અને તેમનું સન્માન જાળવી રાખો તો તે વાત કોઈને ખરાબ નથી લાગતી. જો કે આની સાથે તમારી વાતમાં થોડો તર્ક પણ હોવો જોઈએ.
જો હું શિક્ષણમંત્રી  હોત તો ... 
વરુણ ગાંધીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવશે તો શું કામ કરશે? તેના પર વરુણે કહ્યું કે, 'જો તે શિક્ષણ મંત્રી બન્યા હોત તો સૌથી પહેલા અભ્યાસક્રમ બદલ્યો હોત અને શિક્ષકોની સંખ્યા વધારત. આ સાથે લોકોને કાર્યક્ષમ બનાવવા માટે પૈસા ખર્ચવામાં આવ્યા હોત. તેમણે કહ્યું કે દક્ષિણ કોરિયામાં 94 ટકા લોકો કુશળ છે, જ્યારે ભારતમાં આ સંખ્યા માત્ર 4 ટકા છે. આ સાથે વરુણ ગાંધીએ વધુમાં કહ્યું કે જો તેઓ શિક્ષણમંત્રી બન્યા હોત તો દક્ષિણ કોરિયા અને જર્મની જેવા દેશમાં વ્યાવસાયિક શિક્ષણ વધારત અને સરકારી નોકરીઓ વધારવાનો પ્રયાસ કર્યો હોત,કારણ કે હાલમાં 79 ટકા કોન્ટ્રાક્ટ નોકરીઓ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.