મોડાસાના ગ્રામ્ય પંથકમાં કેમ લોકોમાં ફેલાયો છે ફફડાટ ? કેમ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ગ્રામજનો ?
મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા એક મહિનાથી દીપડાનો કહેર યથાવત જોવા મળતા લોકોમાં ભયનો હાલોલ છે .દીપડાએ શનિવારે રાત્રી દરમિયાન વિસ્તારના ગોખરવા અને બોલુન્દ્રા ગામે બે પશુઓનું મારણ કરતા લોકો ભયના ઓથાર નીચે જીવન જીવવા મજબુર બન્યા છે.10થી વધુ પશુઓનું મારણ મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથક શામપુર , ભાટકોટા , ગોખરવા , બોલુન્દ્રા સરડોઇ પંથકના 10 ગામોના ડુંગર ઉપર છેલ્લા એક મહિનાથી દà«
મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા એક મહિનાથી દીપડાનો કહેર યથાવત જોવા મળતા લોકોમાં ભયનો હાલોલ છે .દીપડાએ શનિવારે રાત્રી દરમિયાન વિસ્તારના ગોખરવા અને બોલુન્દ્રા ગામે બે પશુઓનું મારણ કરતા લોકો ભયના ઓથાર નીચે જીવન જીવવા મજબુર બન્યા છે.
10થી વધુ પશુઓનું મારણ
મોડાસા તાલુકાના ગ્રામ્ય પંથક શામપુર , ભાટકોટા , ગોખરવા , બોલુન્દ્રા સરડોઇ પંથકના 10 ગામોના ડુંગર ઉપર છેલ્લા એક મહિનાથી દીપડાનો પરિવાર જેમાં દીપડો દીપડી અને બચ્ચું જુદા જુદા સ્થળોએ અવાર નવાર જોવા મળી રહયા છે એટલુંજ નહિ પણ છેલ્લા એક માસ દરમિયાન અત્યાર સુધીમાં આ જંગલી જાનવરોએ 10 થી વધુ પશુઓનું મારણ કર્યું છે જેને પગલે વિસ્તારના લોકો ભયના ઓથાર નીચે જીવી રહયા છે રાત્રે તેમજ દિવસ દરમિયાન પશુપાલકો તેમજ ખેડૂતો ડુંગરોની નજીક આવેલા પોતાના તાબેલા તેમજ ખેતરોમાં જતા પણ ડરી રહયા છે તેવામાં વધુ એક વખત દીપડાનો કહેર યથાવત જોવા મળતા લોકોમાં ભયના માહોલ સાથે વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરાય તેવી માંગ પ્રતિકભાઈ પટેલ સહિતના ગ્રામજનોએ કરી છે
ગત રાત્રી દરમિયાન પુનઃ દીપડાનો આતંક જોવા મળ્યો
શનિવારે રાત્રી દરમિયાન દીપડાનો કહેર પુનઃ યથાવત જોવા મળ્યો હતો સાંજના સુમારે ગોખરાવા ગામના કાળુસિંહ માનસિંહ મકવાણા નામના પશુપાલકનું ભેંસનું ત્રણ વર્ષના બચ્ચાનું મારાં કર્યું હતું જ્યારે રાત્રી દરમિયાન બોલુન્દ્રા ગામે રહેતા જયેન્દ્રસિંહ કેશરીસિંહ રહેવારના તબેલામાં બાંધેલા ગાયના બચ્ચાનું મારન કર્યું હતું જેથી ખેડૂતોને નુકશાન થયું હતું વહેલી સવારે ગ્રામજનોને આ મારણ અંગે જાણ થતા ગ્રામજનો વધુ ભયભીત બન્યા હતા છેલ્લા એક મહિનાથી દીપડો માનવ વાસાહત નજીક આવેલા તબેલાઓ અને ખેતરોમાં બાંધેલા પશુઓનું મારાં કરી રહ્યો છે જેને પગલે ગ્રામજનો થરથર ડરી રહયા છે
જંગલમાં ચારથી વધુ દીપડા હોવાની આશંકા
આ વિસ્તારના ગામોમાં જે પ્રકારે શનિવારે રાત્રી દરમિયાન પશુઓનું મારાં કર્યું છે તે સમય જોતા એક બે નહિ પરંતુ ચાર થી વધુ દીપડાઓનો વસવાટ આ જંગલોમાં હોવાનું સ્થાનિકો માની રહયા છે અત્યાર સુધી વન વિભાગ દ્વારા જે ગામે પશુનું મારાં થાય તે ગામેજ પાંજરું મૂકી દીપડાને પકડવા કાર્યવાહી કરવાનો સંતોષ મનાઈ રહ્યો છે પરંતુ અન્ય કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી ત્યારે વન વિભાગ દ્વારા પાંજરા સિવાય પણ અન્ય વિકલ્પ શોધી દીપડાઓને પાંજરે પુરી લોકોને ભય મુક્ત કરાય તે જરૂરી છે નહીતો પશુ ભક્ષી બનેલો આ દીપડો આવનારા દિવસોમાં માનવ ભક્ષી બને તો નવાઈ નહીંં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement