BJPના યુવા સાંસદ અચાનક ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થયા ? જાણો
ગયા મહિને ઈન્ડિગો પ્લેનનો ઈમરજન્સી દરવાજો કોઇએ ખોલી નાખ્યો હોવાનો બનાવ બન્યો હતો અને હવે આ મામલે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઈન્ડિગો પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલનાર વ્યક્તિ કોઇ બીજા નહીં પણ બીજેપીના યુવા નેતા છે. કોંગ્રેસે ટ્વિટ કરીને તેજસ્વી સુર્યાનો ફોટો પણ લગાવ્યો છે. જો કે ત્યાર બાદ ટ્વિટર પર #Indigo અને #TejasviSurya હેશટેગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા છે. DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા ગયા àª
ગયા મહિને ઈન્ડિગો પ્લેનનો ઈમરજન્સી દરવાજો કોઇએ ખોલી નાખ્યો હોવાનો બનાવ બન્યો હતો અને હવે આ મામલે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઈન્ડિગો પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલનાર વ્યક્તિ કોઇ બીજા નહીં પણ બીજેપીના યુવા નેતા છે. કોંગ્રેસે ટ્વિટ કરીને તેજસ્વી સુર્યાનો ફોટો પણ લગાવ્યો છે. જો કે ત્યાર બાદ ટ્વિટર પર #Indigo અને #TejasviSurya હેશટેગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા છે.
DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા
ગયા મહિને ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-7339માં એક પેસેન્જરે અકસ્માતે પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલી નાખ્યો હતો. DGCAએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. દરમિયાન કોંગ્રેસના દાવાએ ટ્વિટર પર હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે પ્લેનનો દરવાજો ખોલનાર વ્યક્તિ બીજેપીના યુવા નેતા તેજસ્વી સૂર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કરીને તેજસ્વી સુર્યાનો ફોટો મુક્યો છે અને આરોપ લગાવ્યા છે. તેજસ્વી સુર્યા બેંગ્લોર દક્ષિણથી ભાજપના સાંસદ છે. પછી તેઓ ટ્વિટર પર #Indigo અને #TejasviSurya હેશટેગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા છે. હવે આ સમગ્ર મામલાને લઈને લોકો ટ્વિટર પર અલગ-અલગ ચર્ચા કરી રહ્યા છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યા
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ તેજસ્વી સૂર્ય સાથે સંબંધિત એક સમાચાર ટ્વીટ કરીને ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમણે લખ્યું, એરલાઇન ફરિયાદ કરવાની હિંમત કેવી રીતે કરે છે? શું તેનાથી મુસાફરોની સલામતી સાથે ચેડાં થયાં? ઓહ! તમે ભાજપના વીઆઈપીને સવાલ ન પૂછી શકો.
Advertisement
કર્ણાટક કોંગ્રેસે પણ આરોપ લગાવ્યા
આ સાથે જ કર્ણાટક કોંગ્રેસે પણ યુવા ભાજપના સાંસદ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું છે કે તેજસ્વી સૂર્યા એ વાતનું ઉદાહરણ છે કે જો ગેમ રમતા બાળકોને માલિકી હક્ક આપવામાં આવે તો શું થશે? પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલવાના પ્રયાસમાં બાળકની શરારત સામે આવી છે. પરંતુ મુસાફરોના જીવ સાથે રમત તો રમાઇ છે.
લોકો પણ પોતાનો અલગ અલગ મત આ મુદ્દે આપી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ