Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમિતાભનો 80મો જન્મદિવસ: કેમ KBCના સેટ પર બર્થ-ડે સરપ્રાઇઝ જોઇ રડી પડ્યાં બીગ-બી

કૌન બનેગા કરોડપતિ 14 ના મંચ પર અમિતાભ બચ્ચનનો 8મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વિશેષ એપિસોડ 11 ઓક્ટોબર, મંગળવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. શોમાં અભિષેક બચ્ચનની સરપ્રાઈઝ એન્ટ્રી થશે. એટલું જ નહીં બિગ- બી પણ ભાવુક થતા જોવા મળશે. જાણો એવું તો શું થયું કે અમિતાભ ઈમોશનલ થઈ ગયા છે, તે શો ટેલિકાસ્ટ થશે ત્યારે ખબર પડશે. બચ્ચન આ વર્ષે 11 ઓક્ટોબરે 80 વર્ષના થશેસદીના મેગાસ્ટાર અમિ
01:31 PM Oct 05, 2022 IST | Vipul Pandya
કૌન બનેગા કરોડપતિ 14 ના મંચ પર અમિતાભ બચ્ચનનો 8મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વિશેષ એપિસોડ 11 ઓક્ટોબર, મંગળવારે રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. શોમાં અભિષેક બચ્ચનની સરપ્રાઈઝ એન્ટ્રી થશે. એટલું જ નહીં બિગ- બી પણ ભાવુક થતા જોવા મળશે. જાણો એવું તો શું થયું કે અમિતાભ ઈમોશનલ થઈ ગયા છે, તે શો ટેલિકાસ્ટ થશે ત્યારે ખબર પડશે. 
બચ્ચન આ વર્ષે 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ વર્ષે 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. દરેકના મનપસંદ બિગ- બીના 80માં બર્થ-ડે પર  ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવે છે. કૌન બનેગા કરોડપતિ 14ના મંચ પર આ માટે એક શાનદાર સરપ્રાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક સરપ્રાઈઝ છે જે ફેન્સ માટે પણ મોટી ટ્રીટ હશે.
KBC-14માં અમિતાભનો જન્મદિવસ ઉજવાશે
અમિતાભના જન્મદિવસને ખાસ બનાવવા માટે, KBC 14માં, જયા અને અભિષેક બચ્ચન મહેમાન તરીકે આવશે. આ પહેલીવાર હશે જ્યારે જયા બચ્ચન આ શોનો ભાગ હશે. અભિષેક બચ્ચન પણ ભૂતકાળમાં અનેક પ્રસંગોએ KBCમાં દેખાયો છે. જયા અને અભિષેક સાથે અમિતાભનો ફોટો સોની ટીવીના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ચાહકોને અમિતાભના 80માં જન્મદિવસ પર અભિનંદન મોકલવાનું કહેવામાં આવ્યું છે. કોની ઈચ્છા શ્રેષ્ઠ હશે તે KBC શોમાં બતાવવામાં આવશે.
બિગ બીને સરપ્રાઈઝ કરશે જયા-અભિષેક
અમિતાભના જન્મદિવસ માટે આયોજિત કેબીસીનો આ ખાસ એપિસોડ 11 ઓક્ટોબર, મંગળવારે રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. એક પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં અભિષેક બચ્ચનની શોમાં સરપ્રાઈઝ એન્ટ્રી છે. એટલું જ નહીં બિગ બી પણ ભાવુક થતા જોવા મળ્યા છે. હવે અમિતાભ બચ્ચન શું ભાવુક થયા છે, તે શો ઓન એર થયા બાદ જ ખબર પડશે.
અમિતાભ કેમ ભાવુક થયા?
તમે પ્રોમોમાં જોઈ શકો છો કે બિગ બી આ શોને હોસ્ટ કરી રહ્યા હતા. ત્યારે અચાનક હૂટર વાગે છે. હૂટરનો અવાજ સાંભળીને અમિતાભ બચ્ચન સહિત ત્યાં હાજર સ્પર્ધકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી અભિષેક બચ્ચન બિગ બીની ફિલ્મ સિલસિલાનો પ્રખ્યાત ડાયલોગ 'કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ...' બોલતા એન્ટ્રી કરે છે અને બિગ બીની ખુશીનો કોઈ પાર નથી. અમિતાભ દીકરાને પ્રેમથી ભેટી  પડે છે. ત્યારે અચાનક કંઈક એવું થાય છે કે અમિતાભ બચ્ચન ભાવુક થઈ જાય છે. KBC ના મંચ પર બચ્ચન સાહેબના આંસુ આવી ગયા. પુત્ર અભિષેકે એવું શું કર્યું કે અમિતાભ એટલા ભાવુક થયા, આ રહસ્ય 11 ઓક્ટોબરે જ ખુલશે. શું તમે KBCનો આ યાદગાર એપિસોડ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છો?
Tags :
AaithabhbachhanAbhishekBachhanAmithabBachhan80Birthdaybig-bGujaratFirstKBCKBC-14
Next Article