Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શા માટે કોંગ્રેસ હંમેશા ગુજરાતમાં ઉંધે માથે પટકાય છે? આ કારણો છે જવાબદાર

કોંગ્રસના મત AAPએ કાપ્યામહત્વના મુદ્દાઓ પર ભાજપને ના ઘેરી શક્યાકોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને સાચી શકી નહી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામોના વલણો સામે આવી રહ્યાં છે. ભાજપ(BJP) સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે. બીજી તરફ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી કોંગ્રેસને ગુજરાતમાં સતત પછડાટ મળી રહી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે જેટલી મોટી જીત મેળવી છે. કોà
શા માટે કોંગ્રેસ હંમેશા ગુજરાતમાં ઉંધે માથે પટકાય છે  આ કારણો છે જવાબદાર
  • કોંગ્રસના મત AAPએ કાપ્યા
  • મહત્વના મુદ્દાઓ પર ભાજપને ના ઘેરી શક્યા
  • કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને સાચી શકી નહી
 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામોના વલણો સામે આવી રહ્યાં છે. ભાજપ(BJP) સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવવા જઈ રહી છે. બીજી તરફ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી કોંગ્રેસને ગુજરાતમાં સતત પછડાટ મળી રહી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે જેટલી મોટી જીત મેળવી છે. કોંગ્રેસે તેટલીજ મોટી હારનો સામનો કર્યો છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસને આટલી ઓછી બેઠકો નથી મળી. સવાલ એ થાય છે કે આ ચૂંટણીમાં એવું તે શું થયું કે જનતાએ કોંગ્રેસને સાવ તળીયે લાવી દીધી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની બાર પાછળના જવાબદાર કારણો પર નજર કરીએ.
આમ આદમી પાર્ટીએ કાપ્યા મત
આ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટુ નુકસાન આમ આદમી પાર્ટીએ પહોંચાડ્યુ. ભાજપની જે કમિટેડ વોટબેંક હતી તે જળવાઇ રહી,પરંતુ કોંગ્રેસની (Congress) જે વોટબેંક હતી તે વહેંચાઇ ગઇ. આમ આદમી પાર્ટીએ આ વોટબેંકમાં ભાગ પડાવ્યો. પરિણામ એ આવ્યું કે જે તે બેઠક પર ન તો આમ આદમી પાર્ટી પોતે જીતી શકી કે ન તેણે કોંગ્રેસને જીતવા દીધી. જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો.
ટોચના નેતૃત્વ દ્વારા ગુજરાત ઇલેક્શન માટે નિરસ વલણ
કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ઇલેક્શનને લઇને ખુબજ નિરસ વલણ અપનાવાયું હતું. જ્યારે ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ જામેલો હતો ત્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રહ્યા. રાહુલની ભારત જોડો યાત્રાના રૂટમાં ક્યાય ગુજરાતને સ્થાન જ નહોતું અપાયું. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત માત્ર એક જ સભા સંબોધી હતી.તો પ્રિયંકા ગાંધીની પણ એક પણ રેલીનું આયોજન ગુજરાતમાં નહોતું કરાયું.
કોંગ્રેસે પ્રચારમાં ખાસ કંઇ રસ ન દાખવ્યો
ગુજરાતમાં (Gujarat) જ્યાં જુઓ ત્યાં ભાજપની સભાઓ, ભાજપના સરઘસ , રોડ શો અને શકિત પ્રદર્શન જોવા મળતા હતા.. બીજી તરફ પ્રચારમાં કોંગ્રેસ ક્યાંય જોવા મળતી ન હતી.. કોંગ્રેસે ધાર્યુ હોત તો તે પ્રચારમાં દમ લગાવી શકી હોત પરંતુ પ્રચારમાં માત્ર ભાજપ જ છવાયેલું જોવા મળ્યું.
અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ ભાજપને ઘેરવામાં નિષ્ફળ 
મોંઘવારી સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ ભાજપને (BJP) ઘેરવામાં નિષ્ફળ રહી હતી. સરકારને ઘેરી શકાય તેવા અનેક મુદ્દાઓ પર કોંગ્રેસમાં આક્રમકતાનો અભાવ જોવા મળ્યો. કોંગ્રેસની આ નબળાઇનો સીધો ફાયદો ભાજપને મળ્યો.
કોંગ્રેસના નેતાની નિવેદન બાજી
ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિશે કરેલી ટિપ્પણીના લીધે કોંગ્રેસને નુકસાન પહોંચ્યું છે અને કોંગ્રેસના નેતાઓની ચૂંટણીટાણે વડાપ્રધાનશ્રી પર વ્યક્તિગત ટિપ્પણી કંઈ નવી વાત નથી અગાઉની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાનશ્રી પર ટિપ્પણી કરીને મોટું નુંકસાન વેઠી ચુક્યા હોવા છતાં જુની ચૂંટણીઓ પરથી બોધપાઠ લીધા વિના આવી નિવેદનબાજી કોંગ્રેસના નેતાઓ કરે છે અને તેનાથી પાર્ટીએ નુંકસાન વેઠવું પડે છે.
નેતાઓ સાચવી શક્યા નહી
કોંગ્રેસ (Congress) છેલ્લા પાંચ વર્ષમાં પોતાના મોટા ભાગના દિગ્ગજ નેતાઓને સાચવી શકી નહી. જેથી તેઓ ભાજપના જોડાયા. છેલ્લે ભગવાન બારડ, મોહનસિંહ રાઠવા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી ચુક્યા છે. જેના લીધે કોંગ્રસ ગુજરાતમાં નેતૃત્વ વિહોણી બની છે તેમજ કોંગ્રેસનું આંતરિક રાજકારણ પણ આની પાછળ જવાબદાર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.