Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ બનશે દિલ્હીના મેયર? AAP બાદ BJPએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા

દિલ્હીમાં MCD ચૂંટણી બાદ મેયરની ચૂંટણીને લઈને ચર્ચા તેજ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીની યોજનાના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મેયરની ચૂંટણીમાં એકતરફી જીતની આશા રાખી બેસેલી આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ નહીં રહે. ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મેયર પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.ભાજપના ઉમેદવારકમલજીત સેહરાવત સ્થાયી સમિતિ માટે ભાજપના ઉમેદવાર હશે. જ્યારે ભાજપે ડેપà«
કોણ બનશે દિલ્હીના મેયર  aap બાદ bjpએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા
દિલ્હીમાં MCD ચૂંટણી બાદ મેયરની ચૂંટણીને લઈને ચર્ચા તેજ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીની યોજનાના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. મેયરની ચૂંટણીમાં એકતરફી જીતની આશા રાખી બેસેલી આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ નહીં રહે. ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મેયર પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
ભાજપના ઉમેદવાર
કમલજીત સેહરાવત સ્થાયી સમિતિ માટે ભાજપના ઉમેદવાર હશે. જ્યારે ભાજપે ડેપ્યુટી મેયર માટે કમલ બાગરીને તેના ઉમેદવાર જાહેર કર્યા છે. સોમવારે જ ભાજપમાં જોડાયેલા અપક્ષ કાઉન્સિલર ગજેન્દ્ર દરાલ પણ સ્થાયી સમિતિના ભાજપના ઉમેદવાર હશે.
AAPના ઉમેદવાર
જણાવી દઈએ કે AAPએ પૂર્વ પટેલ નગરના કોર્પોરેટર શેલી ઓબેરોયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીના ડે. મેયર પદ માટે મટિયા મહલથી ધારાસભ્ય શોએબ ઈકબાલના પુત્ર અને વોર્ડ નં. 76ના કોર્પોરેટર આલે મોહમ્મદ ઈકબાલને ઉમેદવાર બનાવ્યા છે.
ભાજપે AAPનો ખેલ બગાડ્યો
15 વર્ષથી MCDમાં રહેલી ભાજપને આ વખતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી સામે હારનો સામનો કરવો પડ્યો છે. એકીકરણ બાદ પ્રથમ વખત 250 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી છે જ્યારે AAPને 134 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 9 જ સીટો મળી છે. હાર બાદ ભાજપે મેયરની ચૂંટણી નહીં લડવાનું કહ્યું હતું, પરંતુ હવે ભાજપે આમ આદમી પાર્ટીની રમત બગાડીને પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.