Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજસ્થાનનો રાજકીય ડ્રામા તેજ, નવા મુખ્યમંત્રીને લઈને ઘેરાતું સંકટ

રાજસ્થાનમાં સત્તાની ખેંચતાણ વચ્ચે રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન અંગે વાટાઘાટો ચાલી રહ્યાં છે અને કોંગ્રેસ હાઈકમાન્ડે આ મામલાની પતાવટની જવાબદારી મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને સોંપી છે. રાજસ્થાન કોંગ્રેસ એક સાંધો ત્યાં 13 તુટે તેવી સ્થિતિ સર્જાય છે. રાજસ્થાનમાં કોંગ્રેસના 90થી વધારે ધારાસભ્યોએ સી.પી.જોષીને રાજીનામું આપ્યું છે. મુખ્યમંàª
10:54 AM Sep 25, 2022 IST | Vipul Pandya
રાજસ્થાનમાં સત્તાની ખેંચતાણ વચ્ચે રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન અંગે વાટાઘાટો ચાલી રહ્યાં છે અને કોંગ્રેસ હાઈકમાન્ડે આ મામલાની પતાવટની જવાબદારી મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને સોંપી છે. રાજસ્થાન કોંગ્રેસ એક સાંધો ત્યાં 13 તુટે તેવી સ્થિતિ સર્જાય છે. રાજસ્થાનમાં કોંગ્રેસના 90થી વધારે ધારાસભ્યોએ સી.પી.જોષીને રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી પદ માટે ગહેલોત જુથ અને પાયલોટ જુથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને આ મામલે આજ રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ કરી દેવા સુચના આપવામાં આવતા ચોક્કસથી રાજસ્થાનમાં આજની રાત હાઈવોલ્ટેજ ડ્રામાવાળી નિર્ણાયક રાત સાબિત થશે.
આજની રાત ધારાસભ્યો સાથે બેઠક
રાજસ્થાનમાં મોડી રાત સુધી ચાલી રહેલા રાજકિય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું કે, અમે અત્યારે દિલ્હી નથી જઈ રહ્યાં. અમને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાનના ધારાસભ્ય સાથે વન-ટૂ-વન વાતચીત કરવાની સૂચના આપી છે. અમે આજે રાત્રે તેમને મળશું.

રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર, રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી કરતા પહેલા જ સીએમ અશોક ગેહલોત કેમ્પના 90થી વધુ ધારાસભ્યોએ તેમના પદ પરથી રાજીનામું આપવાની ધમકી આપી છે. ધારાસભ્યો તેમના રાજીનામા વિધાનસભા અધ્યક્ષને સુપરત કરી શકે છે.
અગાઉ સમાચાર આવી રહ્યા હતા કે તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બોલાવવામાં આવેલી ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી શકે છે. ધારાસભ્ય દળની બેઠક પહેલા ગેહલોત કેમ્પના ધારાસભ્યો શાંતિ ધારીવાલના ઘરે મળ્યા હતા. તેની બેઠકમાં લગભગ 56 ધારાસભ્યો પણ સામેલ થયા છે. આ બેઠક બાદ અશોક ગેહલોત કેમ્પના ધારાસભ્યોએ પોતાના કેમ્પમાંથી જ કોઈને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી. આ અંગે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
અગાઉ ગહેલોત તરફી ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાની ચેતવણી આપી છે. તેઓ સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ છે. તેમનું કહેવું છે કે આ નિર્ણય પહેલા તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી.
આ બેઠકમાં CM અશોક ગેહલોત દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત બાદ નેતૃત્વ પરિવર્તન અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠક માટે કોંગ્રેસ અધ્યક્ષે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને નિરીક્ષક અને પ્રભારી બનાવ્યા છે.
સીએમ અશોક ગેહલોત અને બંને સુપરવાઈઝર હોટલમાંથી સીએમ નિવાસ માટે રવાના થઈ ગયા છે. ધારાસભ્ય દળની બેઠક થોડા સમયમાં શરૂ થઈ શકે છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ સહિત 25 ધારાસભ્યો સીએમ આવાસ પર હાજર છે. આ તમામ સચિન પાયલટ ગ્રુપ અને અન્ય કેટલાક ધારાસભ્યો છે.


ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં (Rajasthan) મુખ્યમંત્રી બદલવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ આજે ​​રવિવારના રોજ જયપુરમાં (Jaipur) ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાન પ્રભારી અજય માકન પણ હાજર રહેશે. જ્યારે બીજી તરફ રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે રવિવારે સાંજે 7 વાગે મુખ્યમંત્રી આવાસ પર કોંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. ખડગે અને અજય માકન CM પદને લઈને ધારાસભ્યોનો મત લેવાની સાથે પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય પણ આપી શકે છે.

રાજસ્થાનમાં અશોક ગહેલોતની (Ashok Gahelot) જગ્યાએ બીજા નેતાને ચૂંટવા માટે આજે  સાંજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક હશે. આ માટે કોંગ્રેસના (Congress) વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના સિનિયર નેતાઓને સુપરવાઈઝર બનાવીને મોકલ્યા છે. કોંગ્રેસના સુત્રો પ્રમાણે અશોક ગહેલોતે સચિન પાયલોટને મુખ્યમંત્રી બનવા દેવા માંગતા નથી. આ વચ્ચે શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલના ઘરે ગહેલોત કેમ્પના ધારાસભ્યોની મીટિંગ થઈ રહી છે. તેમાં માત્ર 20 ધારાસભ્યો પહોંચ્યા છે.
સાંજે 7 વાગ્યાની બેઠક બાદ સ્પષ્ટ થશે
આજે જયપુરમાં યોજાનારી બેઠકમાં સોનિયા ગાંધી દ્વારા મોકલવામાં આવેલા નિરીક્ષકો પણ હાજરી આપશે. ખડગે અને અજય માકન ત્યાંની સ્થિતિનું વિશ્લેષણ કરી તેનો રિપોર્ટ કોંગ્રેસ અધ્યક્ષને સોંપશે. વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનું 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં અશોક ગેહલોતનું પલડું ભારે હોવાનું કહેવાય છે. તે જ સમયે, પાર્ટીએ રાજસ્થાનના નવા CMના ચહેરા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જયપુરમાં યોજાનારી ધારાસભ્ય દળની બેઠક અંગે અજય માકને કહ્યું, 'આ બેઠક સાંજે 7 વાગ્યે યોજાશે. હું અત્યારે કંઈ કહી શકીશ નહી, સાંજની બેઠક બાદ કંઈક કહી શકીશ. સોનિયા ગાંધીએ મને અને મલ્લિકાર્જુન ખડગેને ધારાસભ્યોની સલાહ લેવા મોકલ્યા છે. બેઠક બાદ મીડિયાને માહિતી આપશે.
પાયલટ ગાંધી પરિવારની પહેલી પસંદ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot) સમર્થક નેતાઓનું કહેવું છે કે, તેમને ગાંધી પરિવાર તરફથી આગામી મુખ્યમંત્રી બનાવવાના સંકેત મળ્યા છે. જો કે ગેહલોત હજુ પણ પાયલટ મુખ્યમંત્રી બને તેવું નથી ઈચ્છતા. ગેહલોત સમર્થક જુથે અગાઉ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સી.પી. જોશી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના નામ મોકલ્યા હતા, પરંતુ હવે કૃષિ પ્રધાન લાલચંદ કટારિયાના સમર્થનમાં લોબિંગ શરૂ થયું છે.
સચિન પાયલટ (Sachin Pilot) હજુ પણ કોંગ્રેસ નેતૃત્વની પહેલી પસંદ છે. શનિવારે જ ગેહલોતના વિશેષ મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાએ સચિન પાયલટને મુખ્યમંત્રી પદ માટે સૌથી યોગ્ય ગણાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે સચિન પાયલટે 2020માં ગેહલોતને લઈને પાર્ટીમાં બળવો કર્યો ત્યારે કોંગ્રેસ નેતૃત્વએ તેમને ખાસ વચન સાથે મનાવ્યા હતા.
ધારાસભ્ય પર ગહેલોતની મજબૂત પકડ
જોકે તે સ્પષ્ટ નથી કે ગેહલોત પહેલા મુખ્યમંત્રી પદ છોડશે અને કોંગ્રેસ ચૂંટણી લડશે કે પછી રાજીનામું આપશે. વાસ્તવમાં ગેહલોતની ધારાસભ્ય દળ પર મજબૂત પકડ છે. ઘણા લોકોનું માનવું છે કે જો કોઈ ગેહલોતની મંજૂરી વગર CM બને છે તો તેના માટે કામ કરવું મુશ્કેલ થઈ શકે છે. સૂત્રો પ્રમાણે ગેહલોત CM પદ માટે રાજસ્થાનના સ્પીકર સી.પી. જોશીના (C.P.Joshi) નામની ભલામણ કરી શકે છે.

Tags :
AshokGahelotCMCongressGujaratFirstNewCMPoliticsRajasthanSachinPilot
Next Article