Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાન પછી બની શકે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ‘શહબાઝ શરીફ’

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે સવાલો ઉઠી રહ્યા છે કે જો ઈમરાન ખાન પીએમ પદ પરથી રાજીનામું આપે છે તો દેશના આગામી વડાપ્રધાન કોણ હશે. ત્યારે હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અસિર અલી ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ સસ્પેન્સ પરથી પડદો ઊંચક્યો હતો. વિપક્ષ દ્વારા પાકિસ્તાનના આગામી પીએમના નામની જાહેરાત કરવામાં આવી છે. બિલાવલ ભ
પાકિસ્તાનમાં રાજકીય
ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાન પછી બની શકે પાકિસ્તાનના નવા વડાપ્રધાન  lsquo શહબાઝ શરીફ rsquo

પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે સવાલો ઉઠી રહ્યા
છે કે જો ઈમરાન ખાન પીએમ પદ પરથી રાજીનામું આપે છે તો દેશના આગામી વડાપ્રધાન કોણ
હશે. ત્યારે હવે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (
PPP)ના નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અસિર અલી ઝરદારીના પુત્ર બિલાવલ
ભુટ્ટો ઝરદારીએ આ સસ્પેન્સ પરથી પડદો ઊંચક્યો હતો. વિપક્ષ દ્વારા પાકિસ્તાનના
આગામી પીએમના નામની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement


બિલાવલ ભુટ્ટોએ બુધવારે કહ્યું કે ઈમરાન ખાન સરકારે નેશનલ
એસેમ્બલીમાં બહુમતી ગુમાવી દીધી છે અને હવે ટૂંક સમયમાં વિપક્ષના નેતા શહેબાઝ શરીફ
દેશના આગામી વડાપ્રધાન બનશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના થોડા દિવસો પહેલા એક
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા
ઇમરાન ખાને વિપક્ષ સાથે આવવા બદલ સરકારમાં સહયોગી મુત્તાહિદા કૌમી
મૂવમેન્ટ-પાકિસ્તાનનો આભાર માન્યો હતો. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પીએમ ઈમરાન ખાને
બહુમતી ગુમાવી દીધી છે
, તેથી ગુરુવારે ગૃહમાં મતદાન થવું જોઈએ.
ઈમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ જ પારદર્શી ચૂંટણી
, લોકશાહીની પુનઃસ્થાપના અને આર્થિક સંકટનો અંત લાવવા પર કામ શરૂ થઈ
શકશે.

Advertisement


કોણ છે શાહબાઝ શરીફ?

Advertisement

શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. તેઓ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલમાં નેશનલ
એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા છે. આ સિવાય શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ
લીગ-નવાઝના પ્રમુખ પણ છે. નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ ત્રણ વખત પંજાબના
મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. નવાઝ શરીફને પદ પરથી અયોગ્ય ઠેરવ્યા બાદ
2018માં શાહબાઝ શરીફને પાકિસ્તાન મુસ્લિમ લી-નવાઝના પ્રમુખ બનાવવામાં
આવ્યા હતા.


તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ વિપક્ષી
પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. જેની રજૂઆત ગૃહમાં કરવામાં આવી છે અને
ગુરુવારે મતદાન થવાની ધારણા છે. સાથી પક્ષોનો સાથ છોડ્યા બાદ ઈમરાન ખાન સરકાર
લઘુમતીમાં આવી ગઈ છે અને જો ઈમરાન ખાન વોટિંગમાં હારશે તો તેમની સત્તા પરથી
હટાવવાની ખાતરી છે.

Tags :
Advertisement

.