સફેદ ડુંગળીના સેવનથી થાય છે ઘણા ફાયદાઓ, જાણો
ડુંગળી (Onion) આપણા રસોડાનો ખુબ મહત્વનો ભાગ છે. આ એક એવો પદાર્થ છે જેના વિના રસોઈ ફિક્કી લાગે છે અને આ કારણે જ ડુંગળીની સૌથી વધારે ડિમાન્ડ રહે છે. ડુંગળી માત્ર રસોઈનો સ્વાદ નથી વધારતી પણ હેલ્થ પણ તંદુરસ્ત રાખે છે. ડુંગળીની ગંધને કારણે કેટલાક લોકો તેને પસંદ કરતા નથી પણ તે હેલ્થ માટે ઘણી જ સારી છે. લાલ ડુંગળી સિવાય સફેદ ડુંગળી પણ આવે છે જે આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ફાયદાકારક છે. સફેદ ડુંગળીનું
ડુંગળી (Onion) આપણા રસોડાનો ખુબ મહત્વનો ભાગ છે. આ એક એવો પદાર્થ છે જેના વિના રસોઈ ફિક્કી લાગે છે અને આ કારણે જ ડુંગળીની સૌથી વધારે ડિમાન્ડ રહે છે. ડુંગળી માત્ર રસોઈનો સ્વાદ નથી વધારતી પણ હેલ્થ પણ તંદુરસ્ત રાખે છે. ડુંગળીની ગંધને કારણે કેટલાક લોકો તેને પસંદ કરતા નથી પણ તે હેલ્થ માટે ઘણી જ સારી છે. લાલ ડુંગળી સિવાય સફેદ ડુંગળી પણ આવે છે જે આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ફાયદાકારક છે. સફેદ ડુંગળીનું ઉત્પાદન ઘણું ઓછું થાય છે તેથી તે માર્કેટમાં ઓછી જોવા મળે છે પણ હેલ્થની દ્રષ્ટિએ તે ઘણી સારી છે.
સફેદ ડુંગળી (White Onion) ખાવાના ફાયદા
ડાયાબિટીસ
રેગ્યૂલર સફેદ ડુંગળી ખાવાથી શૂગર લેવલ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે સફેદ ડુંગળી કોઈ ઔષધીથી ઓછી નથી.
રોગપ્રતિકારક શક્તિ
સફેદ ડુંગળી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી તેને રોજીંદા ખોરાકમાં લેવી જોઈએ. આપણી રોગપ્રતિકારક શક્તિ વધશે તો અનેક ઈન્ફેક્શનથી બચાવ થઈ શકે છે.
પાચન
સફેદ ડુંગળી ખાવાથી પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓ સામે લડવામાં મદદ મળે છે. સફેદ ડુંગળીમાં ફાઈબર અને પ્રીબાયોટિક્સ વધારે પ્રમાણમાં હોય છે. જે આપણા પેટ માટે ફાયદાકારક છે. તે ગુડ બેક્ટરિયાને વધારવામાં મદદ કરે છે જેનાથી પાચનતંત્ર સારૂ બને છે.
કેન્સર
કેન્સર એક અસાધ્ય ગંભીર બિમારી છે. જો શરૂઆતના સ્ટેજમાં તેની ખબરના પડે તો તે જીવલેણ બને છે. સફેદ ડુંગળીમાં ફ્લેવોનોઈડ એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે.
Advertisement