મંજુરી મળે કે ના મળે શિવાજી પાર્કમાં જ થશે દશેરા રેલી, જાણો શિવસેના માટે આ રેલી શા માટે છે મહત્વની
મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) દર વર્ષે દશેરાના દિવસે શિવાજી પાર્કમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે. પરંતુ આ વખતે શિંદે જુથ અને ઠાકરે જુથ વચ્ચે દશેરાની રેલીના આયોજનનો પેચ અટવાયેલો છે. એકનાથ શિંદે આ વખતે દશેરાની રેલી કરવા માંગે છે ત્યારે બંન્ને જુથ્થો વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું છે.આ વિવાદમાં શિવાજી પાર્કમાં (Shivaji Park) દશેરાની મંજુરી પર BMCને પડકારતાં શિવસેનાએ કહ્યું કે અમને પરવાનગ
મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) દર વર્ષે દશેરાના દિવસે શિવાજી પાર્કમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે. પરંતુ આ વખતે શિંદે જુથ અને ઠાકરે જુથ વચ્ચે દશેરાની રેલીના આયોજનનો પેચ અટવાયેલો છે. એકનાથ શિંદે આ વખતે દશેરાની રેલી કરવા માંગે છે ત્યારે બંન્ને જુથ્થો વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું છે.
આ વિવાદમાં શિવાજી પાર્કમાં (Shivaji Park) દશેરાની મંજુરી પર BMCને પડકારતાં શિવસેનાએ કહ્યું કે અમને પરવાનગી મળે કે ન મળે, બાળાસાહેબ ઠાકરેના શિવસેનાના કાર્યકરો દશેરા રેલી માટે શિવાજી પાર્કમાં ભેગા થશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના ઠાકરેના નેતૃત્વવાળા જૂથ અને હરીફ શિવસેના જૂથે મધ્ય મુંબઈમાં શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની પરવાનગી માંગી છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ મંગળવારે જણાવ્યું હતું કે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તેની મંજૂરી આપે કે ન આપે, તેઓ મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં પાર્ટીની વાર્ષિક દશેરા રેલી યોજશે.
ઉદ્ધવ જુથ મક્કામ
મુંબઈના પૂર્વ મેયર મિલિંદ વૈદ્યના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રેલી યોજવાની પરવાનગી માટે તેમની અરજીની સ્થિતિ વિશે પૂછવા માટે અધિકારીઓને મળ્યા હતા. શિવસેનાએ કહ્યું કે, મંજુરી મળે કે ન મળે, બાળાસાહેબ ઠાકરેના શિવસેનાના કાર્યકરો શિવાજી પાર્કમાં રેલી માટે એકઠા થશે. વહીવટીતંત્રે અમને મંજુરી આપવી જોઈએ કે પછી ના પાડી દેવી જોઈએ. અમે શિવાજી પાર્કમાં રેલી યોજવાના અમારા નિર્ણય પર મક્કમ છીએ. જો અમને જવાબ નહી મળ્યો તો બાળા સાહેબની શિવસેના કાર્યકર્તા દશેરા રેલી માટે શિવાજી પાર્કમાં એકઠાં થશે.
BMCએ નિર્ણય લીધો નથી
મધ્યમુંબઈમાં શિવાજી પાર્કમાં દશેરા રેલીના આયોજન માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના તથા ઠાકરેના નેતૃત્વવાળા જૂથે પરવાનગી માંગી છે. શિવસેના પહેલેથી જ જ આ સ્થળે દશેરા રેલીનું આયોજન કરી રહી છે. BMCએ હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. બંને પક્ષોએ વિકલ્પ તરીકે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના MMRDA મેદાનમાં રેલી યોજવાની પરવાનગી માટે પણ અરજી કરી છે. ગયા અઠવાડિયે, શિંદે જૂથને BKCમાં રેલી યોજવાની મંજૂરી મળી હતી.
પ્રતિષ્ઠાનો સવાલ
શિવસેનાની (Shivsena) સ્થાપના દિવંગત બાલા સાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના રોજ કરી હતી અને ત્યારથી દર વર્ષે મુંબઈના શિવાજી પાર્કમાં (Shivaji Park) દશેરા રેલીનું આયોજન કરવામાં આવે છે. પહેલા બાળાસાહેબ ઠાકરે રેલીને સંબોધતા હતા. જે બાદ તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. કોરોનાની સ્થિતિના કારણે બે વર્ષથી દશેરા રેલી મેદાનને બદલે ઓડિટોરિયમમાં કરવામાં આવી હતી. બાળાસાહેબના સમયથી તેનું વિશેષ મહત્વ રહ્યું છે. એક ધ્વજ, એક નેતા અને એક જગ્યાએ સતત ચાર દાયકા સુધી રેલી કરવાનો રેકોર્ડ છે ત્યારે આ રેલી શિવસેનાના બંન્ને જુથો માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. જો ઠાકરે જુથ શિવાજી પાર્ક હારી જશે તો તે શિવસેનાના દશેરા મંડળનો પર્યાય બનેલા પ્રતિષ્ઠિત શિવાજી પાર્ક તેમનું પહેલીવાર વિસ્થાપન છોડવું પડશે. જોકે પાર્ટીએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સહિત અન્ય સ્થળોએ રેલીઓ યોજી હોવા છતાં શિવસેનાના જન્મ અને તેના એજન્ડાની જાહેરાતના સંદર્ભમાં દાદરમાં આ મેદાન ઐતિહાસિક મહત્વ છે.
Advertisement