ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમે જ્યાં પણ કામ કરો ત્યાં ગરીબોના વિકાસ માટે કામ કરજો - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

આણંદની ઈરમા યુનિવર્સિટીના 41માં પદવીદાન સમારોહમાં 250 વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે પદવી એનાયત કરાઇ. આજના આ પદવીદાન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે  શુભેચ્છા પાઠવી હતી. આજના આ સંબોધનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગ્રામીણ વિકાસ પર ભાર મૂક્યો આ પદવીદાન સમારોહમાં તેમણે કહ્યું કે - આત્મનિર્ભર બનવાનો
07:34 AM Jun 12, 2022 IST | Vipul Pandya
આણંદની ઈરમા યુનિવર્સિટીના 41માં પદવીદાન સમારોહમાં 250 વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે પદવી એનાયત કરાઇ. આજના આ પદવીદાન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે  શુભેચ્છા પાઠવી હતી. આજના આ સંબોધનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગ્રામીણ વિકાસ પર ભાર મૂક્યો આ પદવીદાન સમારોહમાં તેમણે કહ્યું કે - આત્મનિર્ભર બનવાનો સંતોષ કરોડો રૂપિયા કમાયા બાદ પણ નહીં મળે, તમે જ્યાં પણ કામ કરો ત્યાં ગરીબોના વિકાસ માટે કામ કરજો. બીજાનો વિચાર કરજો જ્ઞાનથી જ જીવનમાં મુક્તિ મળે છે. આત્મ સંતોષ વગર મુક્તિ નથી મળતી. સંતોષ બીજા માટે કામ કરીને મળશે. 
સાથ જ તેમણે શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયને પણ યાદ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે , તેમણે ગ્રામીણ લોકો તેમજ  ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના કરી અને આજે તમે અહીંયાથી ભણીને બહાર જઇ રહ્યાં છો તો તમારે પણ સંસ્થાના ઉદેશ્ય માટે તમારાથી બનતું પાછું આપવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજના આ સંબોધનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગ્રામીણ વિકાસ પર ભાર મૂક્યો. તેમણે સરકારના પ્રયાસો અને સરકારની યોજનાની સફળતા પણ જણાવી ઘણાં વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે કામ થયું ન હતું. આપણે જો આ દેશને સુવિધા પૂર્ણ સ્વાંવલંબી બનાવવું હશે તો, દેશની 70ટકા વસ્તી કે જે ગામડાંઓમાં રહે છે તેમના માટે વિચારવું જ પડશે. 
વડાપ્રધાન મોદીએ વ્યક્તિગત વિકાસ સાથે ગ્રામનો ક્ષેત્રનો વિકાસ કરવાની ને કરી વ્યક્તિગત વિકાસની રાહ ચીંધીં.  પાછલાં 8 વર્ષથી મોદી સરકારે કામ કર્યું તે આઝાદીના 70 વર્ષમાં નથી થયું. દેશના કરોડો લોકોના બેંક એકાઉન્ટ ખોલ્યાં, આજે દરેક ઘરના મોભી પાસે બેંક એકાઉન્ટ છે. આઝાદીના 70 વર્ષ બાદ જ્યાં વીજળી પહોચી ન હતી, ત્યાં આજે સરકારે વીજળી પહોંચાડી છે. શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આજે દરેક ગામડાઓમાં ઉપલબ્ધ થઇ છે. 70 વર્ષ બાદ મહાત્મા ગાંધીનું સ્વચ્છતાનું આભિયાન મોદી સરકારે  પૂરું કર્યુ. સરકારે ગ્રામ્ય લોકોને સ્વાસ્થ્યની પૂરતી સુવિધા આપી. આયુષ્યમાન કાર્ડ લઇને લોકો પોતાની અથવા પોતાના પરિવારના સ્વજન જો બીમાર હોય તો તેમની ગૌરવ સાથે સારવાર કરાવી શકે છે. 
મોદી સરકારે ગ્રામીણ વિકાસની બીજી પહેલમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપ્યું. જેમાં સડકનિર્માણ કરી દરેક ગામને સડકથી જોડ્યાં, સાથે જ દરેક ગામમાં વીજળી, સડક,અને શુદ્ધ પીવાના પાણીની સુવિધાઓ આપી જેનાથી ગામડાઓ તૂટતા બચ્યાં. સાચા અર્થમાં જ્યારે ગામડાઓ આત્મનિર્ભર થાય, વ્યક્તિથી ગામ ક્ષેત્રનો વિકાસ થાય ત્યારે દેશનો વિકાસ થાય. કૃષિક્ષેત્રમાં ખેડૂતોને દેવા માફી કરવાં કરતાં સરકારે નાના ખેડૂતો કે જેમની 1 એકરથી ઓછી જમીન ઘરાવતા હતાં આવા ખેડૂતોને વર્ષમાં 6000 રુપિયા આપ્યાં જેથી તેમને દેવું કરવાની જરુર ન પડે. ક્ષેત્રના વિકાસ માટે 100 જીલ્લાઓ કે જે અલ્પ વિકસિત હતાં તેને આઇડેન્ટિફાઇ કરાયાં. આવા જીલ્લાની સૂચિ બનાવીને તેને વિકસિત કરવાનું નક્કી કર્યુ. દરેક ક્ષેત્રનો આંતરિક વિકાસ કર્યો દરેકને સમાન ઓપર્યુનિટી મળી.  ગ્રાણીણ વિકાસ વગર આપણાં  દેશનો વિકાસ અશક્ય હતો. તેથી સરકારે ગ્રામ્ય વિકાસને મહત્ત્વ આપ્યું. જેથી દેશની 70 ટકા ટેલેન્ટ દેશના વિકાસમાં અગ્રેસર થાય. આજના યુવા તરીકે તમારે સહકારી ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીયુક્ત બનાવવું પડશે. શિક્ષા એવું ઘરેણું છે કે કોઇ છીનવી નહીં શકે આજે આપણે આપણો વિકાસ તો કરવાનો છે. પરંતુ આઉટ ઓફ ધ બોક્સ તમારે વિચારવાનું છે. 
Tags :
AanandAMITSHAHamitshahingujratGujaratFirsthomeministerofindiairmainstitutePMO
Next Article