અમદાવાદમાં ક્યાથી મળી આવ્યો સોનાનો ખજાનો, Video
Ahmedabad : અમદાવાદનાં પાલડી ખાતે સોનાનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી એજન્સીઓને મળતા સ્ટેટ તેમજ સેન્ટ્રલની એજન્સીઓ દ્વારા તાત્કાલીક ધોરણે ફ્લેટ પર પહોંચી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.
Advertisement
Ahmedabad : અમદાવાદનાં પાલડી ખાતે સોનાનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી એજન્સીઓને મળતા સ્ટેટ તેમજ સેન્ટ્રલની એજન્સીઓ દ્વારા તાત્કાલીક ધોરણે ફ્લેટ પર પહોંચી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. આ ફ્લેટમાં આશેક 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળી છે. બંધ ફ્લેટનું તાળુ ખુલ્યા બાદ જ ખબર પડશે કે સોનાનો ખજાનો પોલીસને મળશે કે નહી.
બંધ ફ્લેટ શેરબજારનાં ઓપરેટરનાં સબંધીનો
અમદાવાદનાં પાલડી વિસ્તારમાં એક ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું હોવાની બાતમી પોલીસને મળી છે. આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે તે ફ્લેટ શેર બજારનાં ઓપરેટરનાં સબંધીનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ફ્લેટમાં 100 થી 400 કિલો જેટલું સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળતા એજન્સી પણ ચોંકી ઉઠી હતી.
Advertisement
Advertisement