Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રસાયણના છંટકાવથી દૂષિત થઈ રહ્યા છે શાકભાજી, ત્યારે ઓર્ગેનિક ખેતી સૌથી શ્રેષ્ડ વિકલ્પ

આપણે આજની ખાદ્યસામગ્રી જેવી કે અનાજ, શાકભાજી અને ફળફળાદી ખાઈએ છીએ. તેમાંના મોટાભાગની ખેત પેદાશોના ઉત્પાદનામાં કે પછી તેનાં સંગ્રહમાં અને પછી લાંબા સમય સુધી તેને ટકાવી રાખવા માટે જે રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.તેમાંના મોટાભાગના દ્રવ્યો માનવ શરીરને કે કોઈપણ પ્રાણીના શરીરને અનેક રીતે નુક્શાનકર્તા  સાબિત થતાં  હોય છે.ખેતરોમાં અને ખેત પેદાશોમાં બિયારણથી માંડીને તેન
રસાયણના છંટકાવથી દૂષિત થઈ રહ્યા છે  શાકભાજી  ત્યારે ઓર્ગેનિક ખેતી સૌથી શ્રેષ્ડ વિકલ્પ
Advertisement
આપણે આજની ખાદ્યસામગ્રી જેવી કે અનાજ, શાકભાજી અને ફળફળાદી ખાઈએ છીએ. તેમાંના મોટાભાગની ખેત પેદાશોના ઉત્પાદનામાં કે પછી તેનાં સંગ્રહમાં અને પછી લાંબા સમય સુધી તેને ટકાવી રાખવા માટે જે રાસાયણિક દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.તેમાંના મોટાભાગના દ્રવ્યો માનવ શરીરને કે કોઈપણ પ્રાણીના શરીરને અનેક રીતે નુક્શાનકર્તા  સાબિત થતાં  હોય છે.
ખેતરોમાં અને ખેત પેદાશોમાં બિયારણથી માંડીને તેની વાવણી અને તેના ઉછેરમાં પણ વ્યવસાયીકરણ દાખલ થયું હોવાથી તેમાં ભરપુર રાસાયણિક ખાતરો અને દ્રવ્યોનો ઉપયોગ કરાય છે. આજે આપણે દુકાનોમાંથી હોશેહોશે ખરીદી લાવતા શાકભાજી અને ફળફળાદી આપણા સુધી પહોચે તે પહેલા  તેમાં ઘણાબધા રસાયણો તેમની  ઉપર છાંટયા હોય છે જો આપણે શાકભાજી અને ફળફળાદીને સરખીરીતે ધોયા વગર એનો ઉપયોગ કરીએ તો એ શાકભાજી કે ફળફળાદી ફાયદા કરતાં નુકસાન વધારે કરે છે.એવું જ અનાજ સહિતની ખાદ્યસામગ્રી માટે કહી શકાય.
છેલ્લા થોડાક વર્ષોથી આ જોખમો સામે સરકાર જાગૃત બની છે અને પોતાની રીતે પ્રયત્નો કરે છે. પણ સૌથી મોટી વાત જનજાગૃતિની છે. એ દિશામાં પણ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ લોકોને જાગૃત કરવાનું પૂર્ણ કાર્ય કરી રહી છે.અને હમણાં હમણાં ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક ખેત પેદાશોના ઉત્પાદનોનું વેંચાણ અને તેની ખરીદી વધતા જઈ રહ્યા છેતે આપણા માટે આવતીકાલની આશાનું કિરણ બને છે. ઓર્ગેનિક ખેતીમાં રસાયણોનો બિલકુલ ઉપયોગ ન થતો હોય ને ખેત ઉત્પાદન ખાવા લાયક બને જ છે પણ સાથે સાથે તેનાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે.
Tags :
Advertisement

.

×