Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મા અને દીકરીના રહસ્યમય સંજોગોમાં એક સાથે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ

ભરૂચ તાલુકાના કાસદ અને મહુદલા ગામની સીમમાંથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવતા ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પાંચ દિવસથી ગુમ માં - દીકરીની ફરિયાદમાં ફરિયાદીના પરિવારને બોલાવતા અને મૃતક બતાવતા બંનેની ઓળખ થઈ હતી અને તેણીની પાંચ દિવસથી ગુમ થઈ હોય અને કયા કારણસર મોત થયું છે તે ન જાણી શકાતા પોલીસે બંને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છેગામનà«
મા અને દીકરીના રહસ્યમય સંજોગોમાં એક સાથે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ

ભરૂચ તાલુકાના કાસદ અને મહુદલા ગામની સીમમાંથી અજાણી મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવતા ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી પાંચ દિવસથી ગુમ માં - દીકરીની ફરિયાદમાં ફરિયાદીના પરિવારને બોલાવતા અને મૃતક બતાવતા બંનેની ઓળખ થઈ હતી અને તેણીની પાંચ દિવસથી ગુમ થઈ હોય અને કયા કારણસર મોત થયું છે તે ન જાણી શકાતા પોલીસે બંને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે

Advertisement

ગામની એક ખેડૂતની ખેતરની સીમમાંથી બે મહિલાની  લાશ મળી
ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસદ અને મહુદલા ગામની એક ખેડૂતની ખેતરની સીમમાંથી બે મહિલા મૃતક અવસ્થામાં હોવાની જાણ પોલીસને કરાય હતી અને પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી બંને મહિલાઓના મોત કયા કારણોસર થયા છે તે જાણવાના પ્રયાસો પોલીસે કર્યા હતા પરંતુ આ બે મહિલા કોણ છે તેની ઓળખ કરવાના પ્રયાસો કરતા પાંચ દિવસ પૂર્વે મહાદેવ નગરમાં રહેતા એક પરિવારની તેમની માં અને બેન ગુમ સુદા થઇ હોવાની ફરિયાદ આપી હતી જેના પગલે ફરિયાદીને મૃતકના ઓળખ માટે સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને બંને મૃતકોની ઓળખ મૃતકના દીકરાએ કરી હતી જેમાં 65 વર્ષીય શાંતાબેન ભીખાભાઈ મિસ્ત્રી તેમની માતા અને 35 વર્ષીય ઈલાબેન ભીખાભાઈ મિસ્ત્રી તેમની બહેન હોવાની ઓળખ કરી હતી અને બંને પાંચ દિવસ અગાઉ ઘરમાં કોઈને કંઈ પણ કહ્યા વગર ગુમ થઈ ગયા હતા જેના પગલે પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે બંને માં દીકરીઓના મોત કયા કારણોસર થયા છે તે દિશામાં તપાસ કરવા સાથે બંનેનું પેનલ પીએમ કરાવી વધુ તપાસ આરંભી છે
મૃતદેહો ઘરથી 13  કિલોમીટર દૂર ખેતરમાંથી મળી આવતા મૃતકના પરિવારો ચિંતામાં
કાસદ અને મહુદલા ગામની સીમમાંથી મળી આવેલી બે મહિલાની ઓળખ થાય છે અને તેણી બંને માં દીકરી હોય અને ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના જ્યોતિનગર નજીક આવેલ મહાદેવ નગર સોસાયટીની રહી હોવાનું સામે આવ્યું છે પરંતુ તેમના ઘરથી 13 km દૂર ખેતરમાંથી બંનેના મૃતદેહ મળી આવતા પરિવાર અને પોલીસ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે હાલ તો પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવી તેમના મોતનું કારણ શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.